Gujarat

અમેરીકા માં બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરી ઉપર થયો ડોલરનો વરસાદ ! જુવો વિડીઓ

આપણા ગુજરાતીઓનો દબદબો વિશ્વના ખૂણે ખૂણે ફેલાઈ ગયો છે. આપણે આમ પણ કહેવાય છે ને કે, જ્યાં જ્યાં ગુજરાતીઓ છે, ત્યાં પોતાની અમીછાપ છોડી બતાવી છે.આજના સમયમાં ગુજરાતી કલાકારો પણ વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે, હાલમાં એક કિસ્સો ખૂબ જ ચર્ચાનું અને ગૌરવની વાત છે. વાત જાણે એમ છે કે, અમેરીકા માં બનાસકાંઠાની લોકગાયિકા દિવ્યા ચૌધરી ઉપર થયો ડોલરનો વરસાદ થયો. અત્યાર સુધી તમે માત્ર મોટા કલાકારો ની વાત સાંભળી હશે પરંતુ આ દીકરી એ ધૂમ મચાવી દીધી.

અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ કે આખરે આ કલાકાર કોણ છે? અત્યાર સુધી માયાભાઈ, કીર્તિદાન, કિંજલ, ગીતા જેવા કલાકારો પર તો ડોલર નો વરસાદ થયેલ પણ આ કલાકાર પર થતા સૌ કોઈ ચોકી ગયા પણ તેની પાછળ કારણ રહેલ છે. જે અમે આપને જણાવશું.વાત જાણે એમ છે કે, બનાસકાંઠાની લોકગાયિકા દીવ્યા ચૌધરી પણ અમેરિકાની ધરતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. પોતાના કંઠ થી લોકોને એટલા મોહિત કરી દીધા છે કે, બનાસકાંઠાની લોકગાયિકા પર અમેરિકામાં ડોલરનો વરસાદ થયો છે. અમેરિકાના સાઉથ જોર્ડન ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીના સુર પર જુમી ઉઠેલા લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે દિવ્યા કોણ છે? અમે આપને દિવ્યા વિશે જણાવીએ તો દિવ્યા તે બનાસકાંઠાના પાલનપુરના મૂળ વતની છે અને લોકગાયિકા દિવ્યાબેન ચૌધરીનો અમેરિકામાં એક મહિનામાં બીજી વાર કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે અમેરિકાના સાઉથ જોર્ડન ના અલતાહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યા ચૌધરીના સૂરોથી લોકો ઝુમી ઉઠયા હતા અને લોકોએ લોક ગાયિકા દિવ્યા ચૌધરી પર ડોલરનો વરસાદ કર્યો હતો.ડૉલરના વરસાદના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

આમ પણ કહેવાય છે ને કે, ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત’ની કહેવત માફક ભારતીયો દિવ્યના સૂરના સથવારે ગરબે ઘૂમવા ઉત્સુક બન્યા હતા. આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ખરેખર એ વાત તો સત્ય છે કે, આપણા ગુજરાતીઓ સતકાર્યોમાં ક્યારેય ઉણપ નથી આવતી કારણ કે માત્ર ભજનોમાં જ સૌ કોઈ એટલ ડોલર ઉડાવ્યાં કે જો તેને ભરર9 રૂપિયા સાથે સરખાવામાં આવે તો કિંમત આંકી ન શકાય. ખરેખર દિવ્યા જે વિદેશ માં પોતાનો સ્વર રેલ્યો છે, તેનાથી ગુજરાતનું નામ રોશન થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!