ગુજરાતી અખબાર- ગુજરાત નુ ડિજીટલ અખબાર
સામાન્ય રીતે સમય જતા ની સાથે સાથે લોકો શાકાહારી ને બદલે માંસાહારી થતા જાય છે અનેક એવા દેશ રાજ્યો અને ગામો છે જયા લોકો માસાહારી બની રહ્યા છે ત્યારે રાજસ્થાન નુ એક એવુ ગામ છે જયા માસાહાર છોડી ને શાકાહારી બન્યા છે 70 વર્ષો મા આ ગામ ની આબાદી ના 65 % લોકોએ શાકાહારી ખોરાક અપનાવ્યો છે અને સાથે સાથે દારુ પિવાનુ પણ છોડી રહ્યા છે. તો ચાલો જાણીએ આવા ગામો વિશે.
રાજસ્થાન ના આદીવાસી વસ્તી ધરાવતા બાંસવાડા ક્ષેત્ર ના ગામડાઓ શાકાહાર અપનાવી રહ્યા છે અને સાથે સાથે પોતાના ઘર પર સફેદ ધજાઓ લગાવી રહ્યા છે. સફેદ ધજા એ એક એવી નિશાની છે કે જે ઘર પર લગાવવા મા આવે છે તે ઘર પરીવાર શાકાહારી છે તેવી નિશાની છે ત્યારે હાલ અનેક ઘરો પર આવો સફેદ ધજાઓ ફરકાવવા માં આવી રહી છે અને અન્ય લોકો પણ શાકાહારી બને તે માટે પ્રેરણા આપવામા આવી રહી છે.
રાજસ્થાન ના બાંસવાડા ક્ષેત્રના આનંદપુરી, ઘાટોલ, દાનપુર, કુશલગઢ ઉપરાંત છોટી સરવન જેવા વિસ્તારોમાં રહેતા આદિવાસી આ પ્રકાર ની એક અનોખી પહેલ ચલાવી રહ્યા છે. આ અંગે ગામના એક વડીલ પાસે થી જાણવા મળ્યુ હતુ કે તેમના સંબંધી ઓ ત્યા માંસાહારી નુ ચલણ છે પરંતુ એચ સત્સંગી મંડળી ના સંપર્ક મા આવ્યા બાદ માસાહાર છોડી દીધુ છે. અને હવે તેમણે પોતાના ઘર પર સફેદ ઝંડો લગાવી દિધો છે.
જ્યારે આ અંગે અન્ય એક ગામ ના વ્યક્તિ એ જણાવ્યું હતુ કે વર્ષો પહેલા લોકો માંસાહારી હતા અને અહી શાકભાજી થતુ નહી એટલે લોકો માસાહાર પર નિર્ભર હતા.પરંતુ સમય જતા પરીવર્તન આવ્યુ અને હવે શાકભાજી થાય છે તો લોકો માસાહાર છોડી રહ્યા છે. અને ભગવાન શ્રી રામના ભક્તિ પણ કરે છે.
