Gujarat

ગુજરાત ના કયાં શહેર નુ શુ ખાવાનું ફેમસ છે? જાણો તમારા શહેર નુ શુ છે તે

ગુજરાતીઓ શેના માટે જાણીતા છે? કોઈ કહેશે ગરબા! હા એ વાત તો સાચી કે ગરબા ગુજરાતીઓની ઓળખ હોય શકે ટૂંકમાં એ ગુજરાતીઓનું હદય છે જ્યારે ગુજરાતી ની આત્મા તો છે ગુજરાતનાં સ્વાદિષ્ટ ભોજનો!ખરેખર થેપલા,ગાંઠિયા, જલેબી, હાડવો કે પછી ઘારી હોય કે થાબડી પેંડા, મોહનથાળ, આવું તો ઘણું બધું છે.ભગવાન ધરવામાં આવતા 56 ભોગ પણ ઓછેરો લાગે એવા સ્વાદિષ્ટ ભોજન છે. ખરેખર આજે અમે આપને ગુજરાત શહેરનાં એવા સ્વાદીષ્ટ  ભોજન વિશે જાણ કરીશું કે તમે હળી કાઢીને ખાવા પોહચી જશો.

એક વાત છે, સુરત શહેર ઘારી થી વધુ લોકપ્રિય છે, જ્યારે ભાવનગર શહેર ગાંઠિયા માટે એવી રીતે આજે અમે આપને ગુજરાતનાં દરેક શહેરોની ઓળખાતી વાનગીઓ વિશે જાણ કરીશું. આ વાનગીનો સ્વાદ તમારે એકવાર તો જરૂર માણવો જોઈએ કારણ કે, આવો સ્વાદ તમને બીજે ક્યાંય માણવા નહીં મળે!જો તમે ગુજરાતનાં આ શહેરોમાં આવતા હોય તો આ જગ્યાની આ વાનગીઓ નો સ્વાદ માણી તમેં એક દિવ્ય અનુભવ કરશો.

સૌથી પહેલા આપણે વાત કરીશું અદાવાદ શહેરની જયા લાલદરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલના મસ્કાબન ફેમસ છે. જ્યારે ભજિયા સાબરમતી જેલ અને રાયપુર હાઉસના જાણીતા છે. જ્યારે દાળવડા માટે ગુજરાત કોલેજ પાસે આવેલ ગુજરાતના દાળવડા પ્રખ્યાત છે.હાઠિયા -ફાફડા જલેબી માટે આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,બાપુનગરના ગોંડલના ગાઠિયા જાણીતા છે.

રંગીલું રાજકો શહેર પણ ખાણી પીણીમાં મોખરે છે.સૌથી પહેલા તો તે ચા માટે રાજકોટમાં જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા ખુબ જ જાણીતા છે.પેંડા માટે રાજકોટમાં ભગતના પેંડા તથા જય સિયારામના પેંડા ખુબ જ જાણીતા છે.  સૌથી ફેમસ અને દેશ વિદેશમાં જાણીતી ગ્રીન ચટણી એટલે ગૌરવધન ભાઈ ચેવડાવાળાવડોદરા શહેરમાં જગદિશનો ચેવડો વડોદરામાં ખુબ જ જાણીતો છે. આ સાથે જ કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા તથા મંગળબજારમાં પ્યારેલાલની કચોરી લોકોને અતિપ્રિય છે.

સુરત :રમેશનો સાલમપાક સુરતમાં પ્રખ્યાત છે. આ સાથે જ ગાંડાકાકાના ફાફડા ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા તથા ટેક્સટાઇલ માર્કેટ પાસે પહેલવાનાના છોલે ભટુરે સુરતીલાલાઓમાં ખુબ જ જાણીતા છે. સૌથી વધુ તો સુરતી લોચો અને ખમણ એનાથી વિશેષ ત્યાંની ઘારી જગત ભરમાં વખાણય છે.ગાધીનગર : ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્‍મીના ખમણ, ,પુજાના ઢોકળા, સેંધાના ગોટા ગાંધીનગરમાં ખુબ જ જાણીતા છે. તો આ સાથે જ અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ સમગ્ર વિસ્તારમાં જાણીતા છે. ખરેખર દરેક શહેર તેની લોકપ્રિય વાનગીઓ નાં લીધે વધુ જાણીતા બન્યા છે.

અમરેલી :અમરેલીમાં ચક્કાભાઈની તથા બસ સ્ટેન્ડની ચા અતિ જાણીતી છે. આ સાથે જ જયહિન્દના ગોટા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે.ભુજ :ભુજની અતિ પ્રખ્યાત ચીજ એટલે  પકવાન અને ગુલાબપાક છે. પ્રવાસીઓમાં આ ચીજ ખુબ જ જાણીતી છે.  બરફ ગોળા માટે બાસૂંદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા સ્થાનિકો તથા પ્રવાસીઓમાં અતિ પ્રખ્યાત છે.

પાલનપુર: માધવીના પેંડા અને બદામ શેક ખુબ જાણીતા છે. નાસ્તામાં ઢાળવાસની કચોરી, શક્તિનું ખમણ અને પાતરા અને ભોગીલાલના સમોસા લોકોને અતિ પસંદ છ.સુરેન્દ્રનગર:અહીં 80 ફૂટ રોડ પર ભાભીના ભજીયા ખૂબ જ જાણીતા છે. તો શહેરની મધ્યમાં રાજેશના સમોસા લોકો હોંશે હોંશે ખાય છે. તો સિકંદરની સિંગ અને રાજેશ્વરીના સેવ-મમરા આજે પણ લોકો દેશ-વિદેશમાંથી સુરેન્દ્રનગરથી મંગાવે છે.

જામનગર : જામગર તો સૌરાષ્ટ્રનું પેલેસ છે ત્યારે અહીંયા એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદા, ગીતાનો આઇસ્ક્રીમ, જવાહરના પાન, ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી જામનગર સહિત આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત છે. હવે વાત કરીએ ગુજરાત નું સ્વર્ગ એવુંજુનાગઢ : આ શહેરમાં મોર્ડનની તથા ચામુંડાની મેંગો લસ્સી, બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ લોકોમાં અતિ પ્રખ્યાત છે.

મહેસાણામાં : આખા ઉત્તર ગુજરાત સહિત આજુબાજુના વિસ્તારમાં મહેસાણા હાઈવે પર આવેલી સહયોગ ડેરીના પેંડા વખણાય છે તથા ભાવનગર : આ શહેરમાં ભગવતીનું સેવ-ઉસળ, શેઠ બ્રધર્સનો છાશનો મસાલો વખણાય છે. જ્યારે ગાંઠિયાની જો વાત કરીએ તો દાસ અને જીવનભાઇના ગાંઠિયા અહીંના લોકોને ખૂબ ભાવે છેકચ્છ એ કચ્છી દાબેલી માટે ભારતભરમાં વખાણય છે. જ્યારે પણ ગુજરાત નાં આ શહેરોમાં ફરવા જાવ તો આ જગ્યાએ અચૂક મુલાકાત લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!