ગોંડલ: મોવિયા ગામે ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે માતા અને બાળકી પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું બાળકીનું ઘટના સ્થળે મોત, માતા ગંભીર
હાલ દુનિયામાં વાહન વ્યવહાર નું પ્રમાણ વધી જતા લોકોનું કામ સરળ થઇ ગયું છે, પરંતુ તેની સામે લોકોના જીવ પણ જોખમ માં મુકાઇ જાઈ છે, અને ઘણીવાર લોકો વાહન ચલાવવાની બેદરકારી માં પોતે તો જીવ ગુમાવે છે, પણ બીજાનો પણ જીવ જોખમમાં મૂકી દે છે.
તેવીજ એક વાત કરીએ તો ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેત મજુરી કામ કરતા શ્રમિક પરિવાર જેમાં મૂળ એમપીના રેનાબેન પ્રેમસિંગ ગરવાલ તેની સાડા ચાર માસની પુત્રી શારદા અને કૌટુંબિક કાકી કાલીબાઈ સેન્સીંગ ગરવાલ સહિતના ત્યાના એક ભાઈ નામે પપ્પુભાઈ ભુરીયાના ટ્રેક્ટર (GJ03MB 9780) માં બેસી પોતાના મજુરીકામ માટે જઈ રહ્યા હતા, અને અચાનક બન્યું એવું કે પપ્પુભાઈ ની બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતા કાલીબાઈ અને સાડા ચાર માસની શારદા રોડ પર પટકાતા અને તેના પર ટ્રેક્ટર તોતિંગ વ્હીલ ફરી વળતા ગંભીર ઈજાઓ થઇ અને તે બંને માં દીકરી ને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
બંનેને હોસ્પિટલ લઇ ગયા બાદ હોસ્પીટલમાં સારવાર દરમિયાન આ બાળકી નામે શારદા કે તેને ત્યાના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી. અને તેમના માતા કાલીબાઈ ની તબિયત વધારે બગડતા અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ની વાત કરીએ તો ટ્રેક્ટર ચાલક પપ્પુભાઈ વિરુદ્ધ આ અકસ્માત અંગે પોલીસે પપુભાઇ વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯ ૩૩૭ ૩૦૪ કલમ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ ગુનો નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.