નજરે જોનારા લોકો કેમ ગ્રીષ્માને બચાવવાના ગયા ?? આ અંગે પોલીસ તપાસ મા મળ્યો આવો જવાબ…
ગત 13 ફેબ્રુવારી ના રોજ સુરત મા ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનીલ ગોયાણી નામના યુવકે હત્યા કરી હતી. ઘટના એટલી ભયજનક હતી કે યુવકે યુવતી ના અને અનેક લોકો ની હાજરી મા યુવતી ને ગળાના ભાગ મા ચપ્પુ ના ઘા જીકી દિધા હતા અને આ ઘટના બાદ સમગ્ર ગુજરાત મા રોષ ફાટી નીકળ્યો હતો અને લોકો એ ઘટના ને વખોડી કાઢી હતી.
આ ઘટના મા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને 1000 થી વધુ પાના ની ચાર્જશીટ બનાવી હતી આ ઉપરાંત 25 જેટલા શાક્ષીઓ નજરે જોનાર પણ હતા. 2500 પાના ની ચાર્જ શીટ કોર્ટ મા રજુ કરાઈ હતી આ ઘટના બાદ પોલીસે 170 જેટલા સાક્ષીઓ ના ઘરે જઈને સાક્ષીઓ સ્ટેટમેન્ટ લીધા હતા. આ અઠવાડિયાથી જ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ઝડપથી આવે એવી ચર્ચા છે.
આ ઘટના નો એક વિડીઓ પણ વાયરલ થયો હતો જેમા અનેક લોકો આ ઘટના જોઈ રહ્યા હતા ત્યારે એવા પણ સવાલ ઉભા થયા હતા કે કોઈ ગ્રીષ્મા ને બચાવવા માટે કેમ નહોતુ ગયુ ત્યારે પોલીસ તપાસ મા ઘણા સાક્ષીઓ એ એવુ જણાવ્યું હતુ કે “જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તેની પાસે નહીં ગયા હતા. કેટલાંકને એવી બીક હતી કે પાાસે ગયા તો યુવતીને ચપ્પુ મારી દેશે.”
આ ઘટના મા અત્યાર સુધી મા અનેક ખુલાસાઓ થયા છે. ફેનીલ ગોયાણી આ હત્યા નો પ્લાન અગાવ થી જ ઘડી નાખ્યો હતો પહેલા ચપ્પુ નો ઓર્ડર ઓનલાઈન કર્યો હતો બાદ મા કેન્સલ કર્યો હતો આ ઉપરાંત હત્યા પહેલા હત્યા કેવી રીતે કરવી એ અંગે પણ ઈન્ટરનેટ નો ઉપયોગ કરી સર્ચ કર્યુ હતુ.