Gujarat

બેટ્સમેનની શોટ પર ફીલ્ડર ને બોલ વાગતા મેદાન મા જ ઢળી પડ્યો ! જુવો વિડીઓ

ક્રિકેટ અને અન્ય રમત ગમત મા મેદાન મા ઘણી વખત એવી ઘટના ઓ બનતી હોય છે કે જેમા ઈજાઓ પહોંચતી હોય છે અને ઘણી વખત એવું પણ બનેલુ છે કે કોઈ ખેલાડી નુ મેદાન મા જ મોત થયું હોય. ખાસ કરી તે આવી ઈજાઓ થી બચવા અનેક સાધનો નો ઉપયોગ થતો હોય છે ક્રિકેટ રમતી વખતે હેલ્મેટ અને પેડ નો ઉપયોગ થતો હોય છે ત્યારે ઘણી વખત આવા સાધનો પણ કામ લાગતા નથી અને ઈજાઓ પહોંચતી હોય છે.

હાલ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે જેમા એક વેસ્ટ ઇન્ડીઝના પ્લેયર કે જેનુ નામ જેરેમી સોલોઝાનો પોતાની ડેબયુ મેચ રમવા ઉતર્યો હતો જેમાં તે ફોરવર્ડ શોર્ટલેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો આ દરમ્યાન મા બેટરે શોર્ટ રમતા જેરેમી ના હેલમેટ બોલ લાગ્યો હતો અને ને 26 વર્ષિય પ્લેયર મેદાન પર જ ઢળી પડતા મેડીકલ સ્ટાફ મેદાન મા પહોચી ગયો હતો.

આ ઘટના બાદ જેરેમી ને હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ એ માહીતી આપી હતી કે તેમણે કહ્યું કે ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે, રિપોર્ટમાં તેની ગંભીરતા જાણવા મળશે. આ ઘટના બાદ સોસિયલ મીડીયા પર ક્રિકેટર પ્રેમીઓ મા દુખ ની લાગણી ફેલાઈ છે અને લોકો પ્લેયર માટે પ્રાથના કરી રહ્યા છે.

મેચ ચાલી હતી ત્યારે આ ઘટના 24મી ઓવરમાં બની હતી. આ શોટ મારનાર બેટ્સમેન શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને હતા. જ્યારે સોલોઝાનોને ઈજા થઈ, ત્યારે તે તરત જ તેની તબિયત વિશે પૂછવા માટે દેખાયો અને તેણે મેડિકલ સ્ટાફને જલ્દી બોલાવવાનો સંકેત પણ આપ્યો. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!