Gujarat

વડોદરા મહેંદી મર્ડર કેસFSLનો રિપોર્ટ મા ચોંકાવનારી બાબતો સામે આવી – સચિને પાછળથી હાથ ભેરવીને મહેંદીનું ગળું

આપણે સૌ કોઈ જાણીએ છે કે, શિવાંશની ઘટના બની એ બાદ અનેક પ્રકારનાં ખુલાસા સામે આવ્યા છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે,હાલમાં જ ફરી એકવાર હિના ના હત્યા ને લઈને મહત્વની વાત સામે આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, હાલમાં જ જાણવા મળ્યું છે કે, હિના હત્યા કેસમાં પોલીસે મંગળવારે સચિન અને હિના જે ફ્લેટમાં રહેતાં હતાં તેના માલિકની પૂછપરછ કરી હતી.

આ તપાસ દરમિયાન મહત્વની વાત સામે આવી છે. પોલીસે આ મામલે મકાન માલીક સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પોલીસે ફ્લેટ અને બિલ્ડિંગની આસપાસના 10થી વધુ લોકોનાં નિવેદન લઇને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તથા ફ્લેટના સીસીટીવી તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા. આગામી 14 તારીખ બાદ સચિનનો કબજો મળશે ત્યારે સમગ્ર મામલાની તપાસમાં વેગ આવશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સચિન એ નિદર્યપૂર્વક હીનાનું ગળું દબાવ્યું હતુ.ખરેખર આ કેટલી હદે હીના એ પીડા ભોગવી હશે તે હાલમાં જ એફએસએલનાં રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મહેંદીએ મરતાં અગાઉ સચિન સામે 3થી 4 મિનિટ માટે પ્રતિકાર કર્યો હશે. તેના ગળાના ભાગે ઇજાનાં નિશાન પોસ્ટમોર્ટમમાં એક્સપર્ટ્સે ઓળખી કાઢ્યાં છે.

ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર ડો.વી.આર.પાટીલે જણાવ્યું હતું કે ‘આ નિશાન પરથી જણાય છે કે સચિને પાછળના ભાગેથી ગળાને હાથ વડે વી-શેપમાં દબાવ્યું હશે. ગળાની સાઇડના ભાગમાં દબાણ આવ્યું હોય તેવાં નિશાન મળ્યાં છે. આ રીતે હાથને કોણીના ભાગમાંથી વાળીને વ્યક્તિના શરીરની વચ્ચે જેના પર હુમલો કરવાનો હોય તેનું ગળું આવી જાય છે. આ પોઝિશનને એલ્બો બેન્ડ મગિંગ કહેવાય છે.

હાથનું દબાણ ગળાની સાઇડ પર કેરોટિડ સાઇનસ નામના હિસ્સામાં આવે છે અને ગૂંગળામણ અનુભવાય છે. આ સ્થિતિમાં 3થી 4 મિનિટ પ્રતિકાર કરી શકે છે. 2 મિનિટ પછી પ્રતિકાર કરવાની ક્ષમતા લગભગ ખતમ થઇ જાય છે. ભરડો મજબૂત હોય તો 4 મિનિટમાં જ મોત થાય છે.ખરેખર આ ઘટના ખૂબ જ નિર્દય છે. તમને આ વાત જાણીએ આંખમાં આંસુ આવી જશે કે હિના સાથે કેટલી નિદર્યતા થી મોત મળ્યું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!