Gujarat

ગુજરાત ના આ ગામ મા દીકરીઓ ધોરણ 8 પછીનો અભ્યાસ કરતી જ નથી ! કારણ જાણશો તો…

આજના સમયમાં દીકરી બચાવો અને દીકરી પઢાવોની વિચાર ધારાઓ દ્વારા દીરકીઓને સન્માન આપવામાં આવી રહ્યું છે અને દિકરીઓને સમાજમાં સમાનતા મળે અને પોતે પોતાની ઓળખ બનાવી શકે. ખરેખર આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં દીકરીઓ માટે શિક્ષણ જ નથી કારણ કે, આ ગામમાં માત્ર 8 ધોરણ સુધીનું જ શિક્ષણ હોવાથી દીકરીઓને શિક્ષણ ની ખોટ સાલે છે. ચાલો અમે આપને આ ગામ વિશે જણાવીએ.

આપણે જાણીએ છે કે, ગુજરાતમાં જ્યાર થી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી હતા ત્યારે થી સમાજમાં દીકરીઓ ને ઓળખ અપાવવા માટે સમાજમાં દીકરી બચાવો અને દીકરી પઢાવો નું અભિયાન ચલાવ્યુ હતું, ત્યારે આજે પણ ગુજરાતમાં એક એવું ગામ છે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના ઘણા ગામડાઓ શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે આવા જ એક ગામની વાત કરવી છે કે, જ્યાં ધોરણ 8 પછી ગામની દીકરીએ અભ્યાસ કર્યો જ નથી. આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને તેનું નામ ઉંડવી છે.

ખરેખર ગામની મોટી ખામી એવી છે કે, આ ગામમાં રહેતી દીકરીઓમાં શિક્ષણનું સ્તરઓછું છે. ત ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે પણ આ પ્રાથમિક શાળામાં ધોરણ-8 પછીના વર્ગો નથી. તેથી ગામની યુવતીઓ 8 ધોરણ કરતા વધુ ભણી શકતી નથી. શાળામાં વધારે વર્ગો તો નથી જ પણ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. આ ગામમાં બહાર જવા કે અંદર આવવા માટે બસ કે પછી અન્ય વાહનોની સુવિધા પણ સ્થાનિક લોકોને મળી નથી.

આ ગામમાં જે લોકો રહે તે ગરીબ પરિવારના હોવાથી તેઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે મોકલી શકતા નથી. ગામના લોકોની ઈચ્છા છે કે, તેમના ગામમાં સરકાર દ્વારા 8 ધોરણ પછીના વર્ગોની સરકારી શાળા શરૂ કરવામાં આવે તેથી તેમની દીકરી અને દીકરાઓ વધારે ભણીને આગળ વધી શકે. ગામમાં શિક્ષણનું સ્તર તો નીચું છે ગામની દીકરી મોટી થાય એટલે તેને બહાર જવા દેવામાં ડર લાગે છે અને ગામમાં ધોરણ 8 સુધીની શાળા જ છે. જો દીકરીને બહાર ભણવા માટે જવા દઈએ તો 10 કિલોમીટર ચાલીને જવું પડે છે. એટેલે દીકરાઓ જ ગામની બહાર ભણવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!