આ ગામના સરપંચ ચુંટણી પર પ્રચાર કર્યા વગર જ ચુંટણી મા વિજેતા થયા ! ચુંટણીમા માત્ર 7300 ખર્ચ કર્યો
આપણે સૌ જાણીએ છીએ કે હાલ જ ગુજરાત ના અનેક ગામડાઓ ની ગ્રામ પંચાયત ની ચુટણી સમાપ્ત થઈ છે અને અનેક ગામો ને નવા સરપંચ મળ્યા છે જ્યારે અનેક ગામો મા જે સંરપંચ હતા તેને જ લોકો એ જીત અપાવી છે ત્યારે અનેક ગામો ની ચુટણી મા નાની મોટી ઘટના ઓ પણ સામે આવી હતી. ત્યારે ઘણા સરપંચો એ જીત ની ઉજવણી કરી હતી.
અનેક ગામો મા જીત ની ઉજવણી જોવા મળી હતી જ્યારે ઘણા એવા સરપંચો પણ બન્યા છે જેણે કોરોના ને લીધે જીત ની ઊજવણી નહતી કરી. ત્યારે આજે એવા જ એક સરપંચ ની વાત કરી શુ જે ગયાં વર્ષ ની જેમ આ વર્ષે પણ ચુંટણી મા વિજેતા થયા છે અને પોતાના ગામ ને આદર્શ ગામ બનાવ્યું છે. આપણે જે સંરપંચ ની વાત કરી રહ્યા છીએ તેનુ નામ મહીપતસિંહ ચૌહાણ છે. અને તેવો ખેડાના લવાલ ગામ ના સરપંચ છે.
મહીપતસિંહ ચૌહાણે આ અગાવ પણ સરપંચ રહી ચુક્યા છે અને લવાલ ગામ નો ખુબ વિકાસ કર્યો છે જેમા તેવો એ ગામ મા સી.સી.ટી.વી બગીચા અને અને સ્પીકર જેવી અનેક સુવીધા ઓ ઉભી કરી હતી બસ આ જ કારણ હશે કે તેવો વગર પ્રચારે આ વખતે ફરી ચુટણી જીતી ગયા છે તેવો એ એક ફેસબુક પોસ્ટ કરી ને જણાવ્યું હતુ.
તેવો એ ચુંટણી મા માત્ર 7300 રુપીયા નો ખર્ચ કર્યો છે અને પોતે પ્રચાર, સભા , ચા-નાસ્તો , જેવા કોઈ કાર્યક્રમ નહોતા કર્યા અને ગામ ના લોકો ને એક અપીલ કરી હતી કે તમને જે શ્રેષ્ઠ લાગે એને મત આપજો.. અને ગામ ના લોકોએ તેમને 80 ટકા મતો આપી ને સરપંચ બનાવ્યા છે. અને જીત બાદ પણ તેવો એ ઉજવણી પણ નહતો કરી. ખરખેર આમા થી અનેક લોકો ને શિખવા જેવું કે જો ખરખેર કામ કરવામા આવે તો પ્રચાર કરવાની જરુર રહેતી નથી.