આ છે ગુજરાતનુ સૌથી સ્વસ્થ ગામ ! જ્યા 102 વર્ષ થી કોઈનુ કમોત નથી થયુ અને કોરોના પણ કાઈ ના બગાડી શક્યો….
ગુજરાતમાં અનેક અનોખા ગામ છે, ત્યારે આજે આપણે ગુજરાતનાં સૌથી સ્વસ્થ ગામ વિશે જાણીશું. જ્યા 102 વર્ષ થી કોઈનુ કમોત નથી થયુ અને કોરોના પણ કાઈ ના બગાડી શક્યો. આજે આપણે ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકામાં આવેલા ચાંદણકીમાં સૌથી વધુ સંખ્યા વૃદ્ધોની છે અને ગામમાં છેલ્લા 102 વર્ષમાં એકપણ વ્યક્તિનું કમોત થયું નથી.
ખાસ વાત એ છે કે આ ગામમમાં કોઈને કોરોના પણ થયો નહોતો.હાલમાં પણ હજુ લોકો વેક્સિનને લઇને જાગૃત નથી ત્યાં આ ગામના તમામ વડીલોએ વેક્સિનના બન્ને ડોઝ પૂર્ણ કર્યા છે.ચાંદણકી ગામની આજુબાજુમાં આવેલા મોટા ભાગના ગામડાઓમાં કોરોના સંક્રમણ થયું હતું પણ આ નાનકડા ગામ ચાંદનકી ગામમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
આ ગામમાં ધંધા રોજગાર માટે ગામના યુવાનો વિદેશ અને અન્ય રાજ્યમાં રહેવા ગયા છે, ત્યારે આ ગામની અંદર કોઈ પણ યુવાન બાળક, જોવા મળતું નથી પરંતુ ગામની અંદર દરેક ઘરમાં 70થી વધુ ઉમરના વૃદ્ધ વસવાટ રહ્યા છે. તેમજ 365 દિવસ ગામના તમામ વૃદ્ધો સવાર સાંજ એક જ રસોડે સમૂહ ભોજન લે છે. ગામમાં દરેક ઘરમાં માત્રને માત્ર વૃદ્ધો જ નજરે પડતા જોવા મળે છે.
આ ગામની અંદર 102 વર્ષથી આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિનું દુઃખદ અવસાન થયું નથી અને અમારા ગામમાં આજ દિન સુધી જે વ્યક્તિનું અવસાન થયું છે તે સુખદ ગણવામાં આવે છે.
ગામમાં વૃદ્ધો આસ્થા સાથે જોડાયેલા છે જેથી આવી કોરોના મહામારીમાં પણ ગામમાં એક પણ પોઝિટિવ કેસ નથી કે કોઈનું મોત પણ થયું નથી. તેમજ ચાંદનકી ગામમાં તમામ ઘરે બહાર થી લોક મારેલા હોય છે તેમજ ગામ આખું cctv કેમેરાથી સજ્જ છે.ગુજરાતનું સૌથી સ્વસ્થ ગામ તરીકે ઓળખાય છે.