કોરોના વેક્સિન લેવા પર મળશે 1000 રુપીયા આ સમાચારોને પહેલા ચકાસો બાદમાં જ ફોરવર્ડ કરો
સોશિયલ મીડિયામાં અવારનવા ફેક ન્યુઝ વાયરલ થતા રહેતા. પરંતુ દરેક વ્યક્તિએ એ વાત નક્કી કરી લેવી કે, વ્હોટ્સએપ કે ફેસબુક પર કોઈપણ પ્રકારના ન્યુઝ દેખાય તો તરત જ તેને ફોરવર્ડ ન કરી દેશો. પહેલા એ ચેક કરો કે, આ ન્યુઝ ફેક ન્યુઝ તો નથી ને? અને જો એ ન્યુઝમાં આપને સત્ય જણાય તો જ તેને ફોરવર્ડ કરો.
આવા જ એક ન્યુઝ તાજેતરમાં જ વ્હોટ્સએપ પર ફરતા થયા હતા. તેમાં કહેવાયું હતું કે, ગુજરાતમાં કોરોના વેક્સિન લેનાર વ્યક્તિને 1000 રૂપિયા મળશે. જો કે, અમે જ્યારે ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે, આ માત્ર અફવા છે.
એ ન્યુઝમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા મોડી રાત્રે નિર્ણય કરાયો છે કે, કોરોના વેક્સિન લેનાર વ્યક્તિના ખાતામાં 1000 રૂપિયા જમા થશે. આ ન્યુઝ ખૂબ વાયરલ થયા પરંતુ હકીકતમાં આ એક ફેક ન્યુઝ હતા.
સોશિયલ મીડિયામાં એક સમાચાર પત્રનો ફોટો પણ વાયરસ થયો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામ સાથે ખોટા ન્યુઝ આપવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીને પૂરજોશમાં લાવવા માટે કોરોના વેક્સિન લેનારા વ્યક્તિને 1000 રૂપિયાનું વળતર મળશે અને આ રકમ સીધા જ તેના બેંક અકાઉન્ટમાં જમા થશે. આ મામલે મીડિયાને આરોગ્ય વિભાગે પણ જણાવ્યું કે, અમે આ પ્રકારની કોઈ જાહેરાત કરી નથી. લોકોએ ખોટી માહિતી ફેલાવવી નહી.
જો તમારા પર પણ આ પ્રકારનો કોઈપણ મેસેજ આવે તો, સીધો જ એને સાચો માનીને ફોરવર્ડ ન કરશો. પહેલા એ સમાચારનું સત્ય તપાસો અને ખરાઈ કરો કે, ખરેખર આ સાચા સમાચાર છે કે, વાયરલ ફેક ન્યુઝ છે.