ખજૂરભાઈ સંતોના સાનિધ્યમાં કહ્યું કે, આજીવન તેઓ પોતાની કમાણી માંથી 95% ગુજરાતિઓ માટે વાપરશે.
ગુજરાતમાં ખજુર ભાઈ સૌ કોઈનું દિલ જીતી લીધું છે.સામાન્ય કૉમેડીકાર તરીકે શરૂઆત કરી હતી લોકો હસાવવાની આને આજે એક સમાજ સેવક તરીકે દુઃખી લોકો નાં ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે. આપણે જાણીએ છે કે તેમને કોરોનાકાળ થી લઈને વાવાઝોડામાં અનેક લોકોને મદદ કરી છે.સરકાર થી વિશેષ તેઓ ખૂબ જ કામ કર્યું છે. હાલમાં જ તેમને એક મહત્વની જાહેરાત કરી છે.આ વાત ખૂબ જ સરહાનીય છે જેના થકી સૌ લોકોનું દિલ જીતી લીધું.
હાલમાં જ જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાનમાં મહિલા મંદિરમા મૂર્તિપ્રતિષ્ઠામાં ખજુર ભાઈ ખાસ સંતોના સાનિધ્યમાં આશીર્વાદ લેવા પધારેલ આ દરમિયાન તેમણે ખાસ વાત કરી અને આ સિવાય યુવાનોને સફળતાનો મંત્ર આપેલ. આપણે જાણીએ છે કે નીતિન જાનીએ થોડા સમય પહેલા જ જે લોકોના મકાન કાચા હતા તેમને પાકી છત અપાવી હતી અને અત્યાર સુધીમાં તેમને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 161 કાચા ઘરને પાકા બનાવ્યા છે.
આપણે ત્યાં કહેવાય છે કે, કમાણીમાંથી એક ભાગ ભગવાન માટે કાઢવો જોઈએ કારણ કે એનાથી બીજું પુણ્ય કશું નથી એપૈસા સેવા કાર્યમાં વપરાવવા જોઈએ. ત્યારે સ્વામિનારાયણનાં ધામમાં નીતિન ભાઈ જાહેરમાં સૌ કોઈને કહ્યું કે હું મારી કમાણી માંથી 95 % હું ગુજરાતીઓ માટે વાપરિશ. ત્યારે ખરેખર આ ખૂબ જ વખાણવા જેવી વાત છે.આ સિવાય નીતિને યુવાનોને સંબોધતા કહ્યું.
જો જીવનમાં સફળ થવું હોય તો મોડી રાત સુધી જાગવાનું બંધ કરી દો, લોકોની નિંદા કરવાનું બંધ કરો અને સંગત સારી રાખવી. મોબાઇલમાં ગેમ રમવાનું બંધ કરી દો. આટલું કરવાથી જીવનમાં ઘણા બદલાવ આવી જશે. ખરેખર ખજુર એમ પણ કહ્યું કે, જે સંતો, માણસો વિકાસના કાર્યો કરે છે તે હંમેશા પૂજનીય હોવા જોઇએ, જેતપુરમાં સાધુ સંતોનો આશીર્વાદ લેવા આવ્યો છું. જ્યારે પણ આપણે સારુ કામ કરીએ છીએ તો કોઇ અદ્રશ્ય તાકાત આપણી સાથે હોય છે. ખરેખર જે કાર્ય ખજૂરભાઈ કરી રહ્યા છે તે ખૂબ જ સારું કાર્ય છે.
