ગાંધીનગરની પંચાયતની ચૂંટણીમાં સૌથી નાની ઉંમરે શાહપૂર મા અર્પિત પટેલ સરપંચ બન્યો ! ઉમર માત્ર આટલી કે..
ગઈકાલ નાં રોજ ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નું પરિણામ જાહેર થયેલ. અનેક ઉમેદરવારનું સપનું રોડાયું છે, ત્યારે અનેક ઉમેદરવારોનાં સપનાઓ સાકાર થયાં છે, આ ચૂંટણીમાં વિજેતા બની. ત્યારે આજે અમે આપને વાત કરીશું એક એવા યુવાનની જેને ખૂબ જ નાની વયમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરની પંચાયતની ચૂંટણીમાં સૌથી નાની ઉંમરે શાહપૂર મા અર્પિત પટેલ સરપંચ બન્યો ! ખરેખર આ ગુજરાતનાં દરેક યુવાપેઢી માટે પ્રેરણાદાયી છે.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,
ગાંધીનગરનાં 156 ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં ચારેય તાલુકામાંથી સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવનાર શાહપુર ગામના અર્પિત હસમુખભાઈ પટેલની સરપંચ સર્વાનુમતે ગ્રામજનો દ્વારા વરણી કરવામાં આવી છે. તમને જાણીનવ નવાઈ લાગશે કે સૌથી નાની વય અને બિન અનુભવી હોવા છતાંય પણ શાહપુર ગામના સરપંચ તરીકે અર્પિત પટેલનો 1165 મતે વિજય આપાવ્યો ગામના લોકીએ. હવે આ ગામ વિકાસથી વંચિત નહીં રહે.
શાહપુર ગામના સરપંચ તરીકે માત્ર 23 વર્ષની ઉંમરે અર્પિત હસમુખભાઈ પટેલે પણ દાવેદારી નોંધાવી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને અર્પિત પટેલે અમદાવાદની એન્જિનીયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી છે. શરૂઆતથી જ વડીલોની સેવાથી અર્પિત પણ નાનપણથી ગામના વિકાસ માટેની ખેવના રાખતો હતો. જેનાં પિતા હસમુખભાઈ પટેલ ગાંધીનગરમાં એચ. કે. નાં હુલામણા નામથી જાણીતા છે. જેઓનો મૂળ વ્યવસાય ખેતી ઉપરાંત કન્સ્ટ્રક્શનનો છે.
યુવાનનો પરિવાર સમાજ સેવામા સંકળાયેલ છે અને પરિવારમાં શરૂઆતથી જ સેવાભાવ નું મારામાં સિંચન હતું. જેમાં મારા પિતા ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે. તેમના પિતા પણ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે.યુવાનજ્યારે ગામમાં આવતો ત્યારે ગામની ઘણી સમસ્યાઓ જોવા મળી હતી.જેનાં માટે મેં ઘરમાં સરપંચની ઉમેદવારી નોંધાવવા માટેની વાત રજૂ કરી હતી. જેનો પરિવારે પણ સહર્ષ સ્વીકાર કરીને મને છેક સુધી સહકાર આપ્યો છે. એ
લવારપુર ગામના સરપંચ હર્ષદભાઈ પટેલ રાજકીય ક્ષેત્રે આગળ છે. તેમનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે.આ પરિવારે શાહપુર ગામનું ઘર બ્રહ્મા કુમારી સંસ્થાને આપી દેવાયું છે. જ્યાં વિવિધ ધાર્મિક પ્રવૃતિઓ દરરોજ થાય છે. શાહપુર ગામની ગુજરાતમાં નોંધ લેવાય તેવી ઈચ્છા રહી છે. જેનાં માટે સરપંચ બનવું જરૂરી હતું અને યુવાને કહ્યું કે મારા વિશ્વાસ રાખીને મને સરપંચ બનાવ્યો છે, ત્યારે હવે ગામમાં મ સીસીટીવી કેમેરા, ઘરે ઘરે થી કચરો લેવાની કામગીરી, પીવાનું શુદ્ધ પાણી, રોડ રસ્તા તેમજ ગામના ગરીબમાં ગરીબ વ્યક્તિને રોજગારી તેમજ પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવશે અને ગામની કાયાપલટ કરવામાં આવશે.