ગીતકાર મનુ રબારીનો દીકરો વિરલ રબારી જીવે છે આવું જીવન! તેનું સપનું છે કે તે…
ગુજરાતી કલાકારો અને ફિલ્મ જગત અને સંગીતની દુનિયા સાથે જોડાયેલ લોકો નું જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધિપૂર્ણ હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે પોતાનું જીવન ખૂબ જ સઘર્ષમય રીતે જીવ્યું છે અને આજે જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. આજે તેમની સફળતા ને લીધે ગુજરાતીઓને અનેક લોકપ્રિય ગીતો મળી રહ્યા છે, ત્યારે તેમનો દીકરો પણ હવે તેમનું નામ રોશન કરવા નો પ્રયત્ન કરી રહ્યો છે. તમે સૌ કોઈ જાણો છો કે આપણે ગુજરાતનાં લોકપ્રિય સંગીતકાર મનું રબારી ની વાત કરી રહ્યા છે.
આજે આપણે જાણીશું મનું રબારીનાં દીકરા વિરલ રબારી વિશે જેઓ આજે ગુજરાતી આલ્બમ સોંગમાં અભિનય કરીને ખૂબ જ લોકપ્રિય થયેલ છે. તમને એ વાત યાદ જ હશે કે, ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’નો એ વીરો ? એ જ છોકરો જેને ગુજરાતીઓનું દિલ જીતી લીધું હતું.ર આજે વિરલ ખૂબ જ ક્યૂટ છે અને હાલમાં તે સોશિયલ મીડિયા તેમનો સ્વૅગ જ અલગ છે. રિલ્સ દ્વારા દર્શકોમાં ખૂબ જ પ્રિય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, વિરલ એક્ટિંગનો શોખ છે પરંતુ તે ભણવા પર પણ એટલું જ ધ્યાન આપે છે. તેની ટીમ અને પરિવાર પણ તેના અભ્યાસમાં ખલેલ ન પડે તેનું ધ્યાન રાખે છેવિરલ જેટલા ઑન સ્ક્રીન મસ્તીખોર દેખાય છે એટલા જ ઑફ સ્ક્રીન સિમ્પલ અને સમજદાર છે.વિરલ આજે ગુજરાતી સિનેમાના અભિનેતા જેવો જ લાગે છે અને એ કહેવું ખોટુ નથી કે તે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે.
વિરલને ટેક્નોલોજીમાં પણ ખૂબ જ રસ છે. તેમની ચેનલ VM ડિજિટલ પણ યૂટ્યૂબ પર વિરલે જાતે જ ચાલુ કરી હતી. અને તેમાં ગીત પોસ્ટ કર્યું જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. હવે તો તેની બાકાયદા ચેનલ બની ગઈ છે. અને તેને ગણતરીના જ દિવસોમાં લાખો સબસ્ક્રાઈબર બની ગયા વિરલ રોકસ્ટારને ભવિષ્યમાં હીરો બનવું છે. વિરલ મલ્ટી ટેલેન્ટેડ છે. તે સારો એવો પિયાનો પણ વગાડી જાણે છે. મોટો થઈને તેને જાણીતો સિંગર અને એક્ટર બનવા માંગે છે.
વિરલને પહેલી સફળતા ચાર ચાર બંગડી વાળી ગાડીથી મળી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી. એ બાદ વિરલે ગીતા રબારી, રાજલ બારોટ સહિતના જાણીતા ગાયકો સાથે કામ કર્યું છે. અને આ તમામ ગીતો હિટ રહ્યા છે. જેથી ઈન્ડસ્ટ્રીમાં વિરલને લકી ચાર્મ માનવામાં આવે છે.કિંજલ દવે સાથે કારકીર્દિની શરૂઆત કરનાર વિરલ રીઅલ લાઈફમાં પણ કિંજલને પોતાની બહેન માને છે. કિંજલ વિરલને રાખડી પણ બાંધે છે
વિરલની ફેશન સેન્સ અને સ્ટાઈલ પણ ગજબની છે. તે પોતાના કપડાનું સિલેક્શન પણ જાતે કરે છે. કપડાં ક્યા પહેરવા પણ તે જ નક્કી કરે છે. વિરલ ફોટોસનો પણ શોખીને છે. અલગ અલગ સ્ટાઈલમાં તે ફોટો પણ પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. તેનો સ્વૅગ પણ અનોખો છે. અને એટલે જ તો છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો લાડલો છે અને આજે તેની અભિનય અને ખૂબસૂરતી અને તેની આવડતના લીધે ખૂબ જ લોકપ્રિય છે. ખાસ વાત એ છે કે, તેનું જીવન પણ ખૂબ જ વૈભવશાળી છે પરંતુ તેનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલપણું છે અને એટલો જ સમજદાર છે.