ગુજરાતમા ચુંટણી પહેલા મમતા સોની સહિત આ આઠ કલાકારો ભાજપ મા જોડાયા….
હાલમાં જ આ વર્ષના અંતમાં ન ગુજરાત રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી આવશે. ત્યારે ભાજપ દ્વારા હાલમાં જ પોતાની રણનીતિ બનાવી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ દ્વારા ગુજરાતમાં તમામ સીટો જીતવાનું લક્ષ્ય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર થી જ તૈયારિઓ શરૂ થઈ ગઈ છે. આજ રોજ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના 8 કલાકારો ભારતીય પાર્ટીમાં જોડાયા છે.
એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે,ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ કમલ ખીલે એજ વિચારધારા અને સંકલ્પ સાથે પાર્ટી દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાર્ટી દ્વારા નવા સદસ્યો ને પાર્ટીમાં જોડી રહી છે. એક સાથે આટલા બધા લોકપ્રિય કલાકારો પાર્ટીમાં જોડાતા નક્કી છે કે, આવનાર વિધાન સભાની ચૂંટણીઓમાં કલાકારો પોતાનું મહત્વનું યોગદાન આપશે.
ખરેખર ગુજરાતનાં તમામ કલાકારો જોડાયા છે, તે સૌ કલાકારોનાં ચાહકવર્ગ બહુડી સંખ્યામાં છે, ત્યારે તેમામ કલાકારો પાર્ટીમાં જોડાતા ભાજપને ચોક્કસ વિધાન સભાની ચૂંટણીમાં પરિણામ મળશે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ આઠ કલાકારોની યાદીમાં કોણ કોણ છે જેમને કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
મમતા સોની, ભક્તિ કુબાવત, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલભાઈ ઠક્કર, પ્રશાંત બારોટ, સની કુમાર, જ્યોતિ શર્મા અને ફાલ્ગુની રાવલ ભાજપમાં જોડાયા છે. તમામ કલાકારો નું વિધિવત રીતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરેલ. વર્ષ2019માં પણ ભાજપે સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના જાણીતા કલાકારોને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. જેમાં ભજન ગાયક હેમંત ચૌહાણ, લોક ગાયિકા સંગીતા લાબડિયા, વૉઈસ ઑફ રફી બંકિમ પાઠક અને કિંજલ દવે સહિતના કલાકારોને તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યા હતા.
