Gujarat

ગુજરાતી અખબાર ના સમાચાર

દિવાળી નો તહેવાર ધામ ધુમ થી ઉજવવામાં આવતો હોય છે અને લોકો ફટાકડા ફોડતા હોય છે જેમા વડીલો અને બાળકો પણ ઘણા ઉત્સાહ મા હોય છે પરંતુ આવી મજા જ આપણી માટે સજા બની જતી હોય છે. જો આપણે પુરતી સાવચેતી ના રાખીએ તો અને તાજેતર મા જ એવી ઘમી ઘટના ઓ બની છે જેમા લોકો ના જીવ ગયા છે.

દિવાળી અગાવ જ સુરત મા એક બનાવ બન્યો હતો જેમા ત્રણ વર્ષ ના બાળકે પોપ અપ ગળી જતા જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો ત્યારે અન્ય એક બનાવ પર નજર નાખીએ તો ફટાકડા ના ધડાકા ને લીધે પિતા અને પુત્ર નો જીવ ગયો છે જેનો વિડીઓ હાલ સોસિયલ મીડીયા વાયરલ થય રહયો છે.જેમા એક પિતા અના પુત્ર ફટાકડા લઈને જઈ રહ્યા હોય છે ત્યારે અચાનક રોડ પર ધડાકો થાય છે અને બન્ને નુ ઘટના સ્થળે જ મોત નીપજી જાય છે.

આ ઘટના અંગે વાત કરવામા આવે તો પુડુચેરી-તમિલનાડુ બોર્ડર પાસે વિલ્લુપુરમ જિલ્લાના કોટ્ટાકુપ્પમમાં આ ઘટના બની હતી.
જેમા 37 વર્ષીય પિતા અને 7 વર્ષીય પુત્ર ફટાકડા લઈને જઈ રહ્યા હતા ટુવ્હીલર પર 2 બેગમાં ફટાકડા મુક્યા હતા. જેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. CCTV કેમેરામાં આ દ્રશ્ય કેદ થયા હતા. આ ધડાકો એટલો ભયાનક હતો કે અન્ય લોકો પણ ચપેટ મા આવી ગયા હતા અને ઈજાઓ પહોચી હતી.

આ ઘટના બનતા વિલ્લુ પુરમનાં DIG સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર જઈને પરિસ્થિતિ સમજી હતી અને આસપાસના લોકો સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે જ ફોરેન્સિક વિભાગની ટીમ દ્વારા પણ ત્યાં સઘન તપાસ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે ઘર્ષણ અને ગરમીના કારણે ફટાકડાઓમાં વિસ્ફોટ થયો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!