Gujarat

ગુજરાત ના સમાચાર 1

એક તરફ ગઈ કાલે લોકો મકરસંક્રાંતિ નું પર્વ મનાવી રહ્યા હતા, ત્યારે આ દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. એક ભૂલ ન કારણે એક પરિવારે પોતાની દીકરી ગુમાવી દીધી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સંતાનો જ્યારે સમજતા થાય છે, ત્યારે તેમની સાથે મિત્રતા ની જેમ વરતવું જોઈએ કારણ કે ક્યારેક આપણી નાની નાની વાતો ને પણ તે ખોટી રીતે સમજી લેતા હોય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું કે, પિતા એ દીકરી ને માત્ર ક્રોરોના સક્રમણ ને કારણે ના પાડી હતી ઉત્તરાયણમાં મિત્રો સાથે ફરવા જવાની અને આ કારણે દિકડી એ જે પગલું ભર્યું એ તમામ વિગતો આપને જણાવીએ.

આપણે જાણીએ છે કે, દર વર્ષે ઉત્તરાયણ નાં પર્વ લીધે કોઈપણ કારણોસર વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ગઈ કાલે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમગ્ન બની ગયો બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું. વાત જાણે એમ હતી કે, પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરી એ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો.

દિવ્યભાસ્કર નાં અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, સગીરા ધોરણ-10 માં અભ્યાસ કરતી હતી. મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું.

10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી.ખરેખર આ ઘટના ને લીધે પરિવારમાં શોકમય વાતાવરણ ફેલાઈ ગયું અને આ તહેવાર તેમની દીકરીને છીનવી લીધી હતી.આપણે આ વાત પરથી માતા પિતાઓ એધ્યાન રાખવું જોઈએ અને સંતાનોને પ્રેમ થી સમજાવવા જોઈએ અને બાળકો એ માતા પિતાની વાત સમજવી જોઈએ ન કે આવું પગલું ભરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!