Gujarat

સુરેન્દ્રનગરની ખેડૂત પૂત્રી પોલીસ ઇન્સપેક્ટર બની, બાળપણથી જ દેશની સેવા કરવાનું સ્વપ્ન હતું તે સાકાર થયું

આજના સમયમાં દરેકક્ષેત્રમાં દિકરીઓ મોખરે છે, ત્યારે આજે આપણે એક એવી દીકરી ની વાત કરવાની છે કે, તમે જાણીને આશ્ચર્ય થશે કે, કોઈ જીવનમાં આટલી સફળતા ખરેખર કોઈ કંઈ રીતે મેળવી શકે છે, કારણ કે, ઘટના જ એવી છે કે ખેડૂતની પૂત્રી હોવા છતાંય જીવનમાં સંઘર્ષ કરીને પોલીસ ઇન્સપેક્ટર બની, આ દીકરીમાં બાળપણથી જ દેશની સેવા કરવાનું સ્વપ્ન હતું અને ચાલો આપણે જાણીએ કે, કંઈ રીતે એક દીકરી ઇન્સ્પેકટર બની અને તેના જવનામ સફળતા મેળવવા ક્યાં ક્યાં માર્ગોનો સામનો કર્યો.

ખરેખર આ દીકરીની સંઘર્ષ કથા જાણીને આશ્ચય થશે. વાત જાણે એમ છે કે,મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પથંકની અને છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નોકરી કરતી ખેડૂત પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની અને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આ દીકરી પોલીસ ઇન્સ્પેક્ટર બની મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ થતાં ગુના અટકાવવાની ઈચ્છા ધરાવે છે. દેશની મહિલા જે ધારે તે કરી શકે છે, તે સાબિત કર્યું છે. ખરેખર આવા વિચારો ભાગ્યે જ કોઈનામાં જોવા મળે છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વતની અને છેલ્લા બે વર્ષથી કચ્છમાં આઇ.સી.ડી.એસ.શાખામાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા કુંદનબેન ગઢવીએ સરકારના આઇ.સી.ડી.એસ. શાખામાં જોડાયા બાદ કચ્છમાં પોસ્ટિંગ પર આવ્યા હતા. પણ બાળપણથી પોલીસમાં જોડાવાનો સ્વપ્ન સાકાર કરવા તનતોડ મહેનત કરી અને ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 2ની પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સ્પેકટર બન્યા.

આવા વિચારો તેમનામાં બાળપણથી જ હતા અને બાળપણમાં જ્યારે પોલીસની પરેડ થતી હોય ત્યારે હંમેશા એક ઈચ્છા જાગતી કે, જો હું પણ પોલીસમાં હોઉં તો એક સારી લીડર બની વિભાગને ગાઈડ કરી શકું. પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ કુંદનબેને પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. 2018માં પરીક્ષા આપ્યા બાદ ઇન્ટરવ્યૂ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. એટલે બીજી વખત ભરતી આવતા ફરી અથાગ મહેનતથી તૈયારી કરી ઇન્ટરવ્યૂ પણ પાસ કર્યું હતું.

ગાંધીધામમાં બે વર્ષ આઇ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવતા ત્યારે બાજુમાં જ પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કર્મીઓને પોતાનું કામ કરતા જોઈ ખાખી વર્દીની નોકરી પ્રત્યે આકર્ષાઇ હતી. આઈ.સી.ડી.એસ. શાખામાં ફરજ બજાવ્યા બાદ હવે પોલીસ વિભાગમા છે, ખરેખર આ દીકરી આજે અનેક મહિલાઓ અને દીકરી માટે ખૂબ જ ગર્વ અને પ્રેરણાદાયી છે, દરેક મહિલાઓ માટે આ દીકરી એક ઉત્તમ પ્રેરણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!