છ વર્ષ ના માસુમ નો ધ્રુવિશ પટેલ કાર અડફેટે આવી જતા કરુણ મોત નિપજ્યું
અવાર નવાર અકસ્માતો ની ઘટના ઓ બનતી રહે છે એમા પણ કયાંક ને ક્યાક ઓવર સ્પીડ જવાબદાર હોય જ છે થોડા દિવસ અગાવજ એક ઘટના મા 5 વર્ષ નો માસુમ બાળક ઓવર સ્પીડ કાર ચાલક નો ભોગ બન્યો હતો અને જીવ ગયો હતો. ત્યા ફરી વખત વલસાડ મા એક 6 વર્ષ નો માસુમ બાળક કાર ની અડફેટે આવી જતા મૃત્યુ પામ્યો છે.
આ અકસ્માત રોહિણા થી પરિયા તરફ આવતી કાર ચાલક ની અડફેટે આવતા 6 વર્ષીય ધ્રુવિશ પટેલ નુ કરુણ મોત નિપજ્યું હતુ. આ ઘટના ત્યારે બની હતી જયારે ધ્રુવિશ શાળા એ થી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગોઈમાંથી પરીયા તરફ આવવાના માર્ગ પરથી પુરપાટ ઝડપે આવી રહેલી વરના કારે ધ્રુવિશ ને અડફેટે લીધો હતો. અને બાળક ને ગંભીર ઈજા ઓ પહોંચતા તાત્કાલીક હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ કમ નસીબે બાળક નો જીવ ગયો હતો.
જ્યારે કાર ચાલક પર ગામ લોકો નો આક્રોશ જોવા મળ્યો હતો અને કાર ચાલક ને પકડી ને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માત મા પારડીના પરિયા ગામે લાગિયા ફળીયામાં રહેતા મહેન્દ્ર ગુલાબભાઈ પટેલના 6 વર્ષીય પુત્ર ધ્રુવિશ નુ મૃત્યુ થતા પરીવાર પર આભ ટુટી પડયું હતુ.