Gujarat

જાણોએ દુખદ પ્રસંગ વિશે જ્યારે બાપાએ દુનિયા ને અલવિદા કીધું હતુ. લાખો ભક્તો ના આંસુ નહોતા રોકાયા

લાખો ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે બગદાણા ધામ! જ્યાં પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપુની આ પાવનકારી જગ્યા મનમોહક છે, જ્યાં રામ નામનો રોટલો અને રામ નામનું ભજન અવિરતપણે ચાલુ જ રહે છે. આજે પૂજ્ય બાપા સીતારામની 38મી પુણ્યતિથિ છે. ત્યારે આજે આપણે સૌકોઈ બજરંગદાસ બાપુની જીવન લીલા વિશે જાણીશું. સમયની બલિહારી તો જુઓ કે, અનેક વર્ષો વીતી ગયા છતાં આજે પણ બાપુની હયાતી આ પવિત્ર જગ્યા મહેસુસ કરી શકાય છે.

પૂજ્ય બાપુનું પૂર્વજોનું મુળ વતન પૂ. આરતીદાસની ગામ-મેવાસા મેવાડા પ્રાંત રાજસ્થાન હતું. તેમનું ગૌત્રકુળ રામાનંદી સાધુ છે અને તેમના માતાનું નામ પૂ. શિવકુંવરબા તેમજ પોતાનું નામ હીરાદાસબાપુ હતું. પૂ. બાપાનો જન્મ ઈ. સ. ૧૯૦૬માં ભાવનગર જીલ્લાના અધેવાડા ઝાંઝરીયા હનુમાનજીની જગ્યાએ થયો હતો.

પૂ.બાપાનું બાળપણનું નામ ભકિતરામ હતું .તેઓએ લાખણકા ખાતે ધો.૨સુધીનો અભ્યાસ કર્યો હતો ધર્મ પ્રત્યે નાનપણથી રૂચી હતી માટે માત્ર ૧૭ વર્ષની ઉમરે ૧૯૧૫માં વલસાડથી નાસીક ખાતેના કુંભ મેળામાં પ્રયાણ કર્યું હતું, પૂ.બાપાના ગુરૂદેવ મહંતપુ.શ્રી સીતારામ અયોધ્યા ઉતર પ્રદેશ ખાતે હતા ત્યાં ધર્મદિયાના રોજથી પુ.બાપાનું નામ કરણ પૂ.બજરંગદાસ થયું. પૂ.બાપાએ ઉતરપ્રદેશ તથા મધ્યપ્રદેશની સીમા ઉપર આવેલ બુંદેલખંડ જંગલ વિસ્તાર મંદાકિનિ નદી તથા ચિત્રકુટની પર્વતમાળાઓમાં યોગસાધના લીધી હતી.

ફકત ૨૮ વર્ષની ઉમરે ત્રિકાળદર્શી સંહજધ્યાન વોગની યોગસિધ્ધી પ્રાપ્ત કરી હતી.પૂ.બાપા ૩૦માં વર્ષે હીમાલય તરફી યાત્રાધામો ફરીને માદરે વતન તરફ પરત ફર્યા હતા બગદાણા ખાતે આવ્યા પહેલા મુંબઈ કાનન વિસ્તારમાં લક્ષ્મીમંદિર સુરત ખાતે તેમજ ધોલેરા ખાતે વર્ષનું રોકાણ કર્યુ હતુ.રણજીત હનુમાનની જગ્યા ભાવનગર વાળુકડ બાઈનું તે જગ્યા પર પૂ.બાપુ.૫ વર્ષનું રોકાણ કર્યું

પાલીતાણાના કરમોદર ગામે ૫ વર્ષ રોકાયા હતા આશરે  ઇ.સ.૧૯૪૧-૪૨ માં વર્ષે બગદાણા ધામે પધાર્યા અને બગદાણાને તપો ભૂમિ કર્મભૂમિ બનાવી ત્યા અન્નક્ષેત્ર અને ધર્મલાભ થી ભાવિકો ઉમટી પડ્યા હતા તા.૯/૧/૧૯૭૭ પોષ વદ ચોથ રવિવાર બ્રહ્મપ્રહર સવારે ૫ કલાકે બગદાણાના આશ્રમની મઢુલીમાં પૂ.બાપાએ નશ્વર દેહત્યાગ કરી દેવ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!