જે કોર્ટમાં દાદા ચોકીદાર અને પિતા ડ્રાઇવર હતા એ કોર્ટમાં દીકરો બન્યો જજ! ચાર વાર નપાસ થયો પણ આખરે…
જીવનમાં સફળતાનાં શિખરો સર કરતા વાર નથી લાગતી! અથાગ પરિશ્રમ થકી ખૂબ જ સફળતા મેળવી શકો છો.આજે આપણે એક એવા યુવાની સફળતાની કહાની વિશે વાત કરીશું જેને એક એવી સિદ્ધિ મેળવી કે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે. જે અદાલતમાં દાદા ચોકીદાર હતા એજ કોર્ટમાં યુવાન જજ બન્યો. આનાથી મોટી ખુશી અને સફળતા બીજી શું હોય શકે? ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ વાત જણાવીએ.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ મધ્યપ્રદેશના 26 વર્ષીય યુવકે સિવિલ જજ વર્ગ-2ની ભરતી પરીક્ષામાં સફળતા મેળવી .આ યુવકના પિતા જિલ્લા અદાલતમાં ડ્રાઈવર છે અને જજની ગાડી ચલાવે છે. દાદા અદાલતમાં ચોકીદારી કરતા હતા. હવે જે અદાલતમાં પિતા અને દાદા સામાન્ય હોદ્દાએ હતા ત્યારે યુવાને આ ઉપલબ્ધી પ્રાપ્ત કરીને પરિવારનું નામ રોશન કર્યું.
કહેવાય છે ને કે આ સમય પણ બદલાઈ જશે.જીવનમાં એક દિવસ કોઈના સરખા નથી હોતા. ક્યારે શું થઈ જાય એવું કોઇ નથી કહી શકતું. હવે જજના ડ્રાઈવરનો પુત્ર જજ બની ગયો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર સ્થિતિ એક્ઝામ સેન્ટરે બુધવારે પસંદગી પામેલા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું. આ લિસ્ટમાં સિવિલ જજ વર્ગ-2ની ભરતી પરીક્ષામાં ચેતન બજાડ(26) ઓબીસીમાં 13મી રેન્ક મેળવી છે. તેમણે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં 450 અંક મેળવી કુલ 257.5 અંક મેળવ્યા.
આ ખુશી મેળવતાની સાથે જ યુવાને કહ્યું કે, ‘મારા પિતા ગોવર્ધનલાલ બજાડ ઈન્દોર જિલ્લા અદાલતમાં ડ્રાઈવર છે. મારા દાદા હરિરામ બજાડ આ અદાલતમાં ચોકીદાર તરીકે સેવા આપી નિવૃત થયા છે. મારા પિતાનું સપનું હતું કે ત્રણ પુત્રોમાંથી કોઈ એક પુત્ર જજ બને. આખરે મેં તેમનું સપનું પુરુ કર્યું છે.’ પિતાને પોતાનો આદર્શ માનનારા ચેતને જણાવ્યું કે તેમને એલએલબીની ડિગ્રી મેળવી અને સિવિલ જજ વર્ગ-2ની ભરતી પરીક્ષા ચોથા પ્રયત્ને પાસ કરી. આ વાત પરથી ધ્યાન રાખવું કે જીવનમાં તમારે અનેક વખત નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે પણ હાર ન માનશો.