Gujarat

જો અંબાજી મંદિર એ દર્શન કરવા જવાનુ વિચારતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

આવતા પરમ દિવસથી પવિત્ર નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીનું પર્વ ગુજરાત અને ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વનું છે. આ પવિત્ર અને પાવનકારી દિવસો દરમીયાન અનેક ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી જતા હોય છે. ત્યારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુગત ફેરફારો થવાથી મંદિરના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આ ગુરૂવારથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, નવરાત્રીના પાવનકારી દિવસોમાં લાખો શ્રદ્ધાઓ દર્શન માટે જગદંબાના મંદિરે પહોંચતા હોય છે. અંબાજીમાં માં અંબાજી બિરાજમાન છે અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર. પહેલા કોરોના કારણે અહીંયા ભક્તોને દર્શન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, કોરોનાના કેસો ઘટતા હવે આખરે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

આ સિવાય યાત્રાધામ પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રી નિમિતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલિકા મંદિર ટ્રસ્ટ તરફથી સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7 ઓક્ટોબરથી મંદિરના દ્વાર સવારે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગે ખુલશે. મહત્ત્વનું છે કે, પાવાગઢમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શને આવે છે.

દર્શનનો સમય રહશે આરતી સવારે 7:30 થી 8:00 દર્શન સવારે 8:00 થી 11:30 રાજભોગ બપોરે 12:૦૦ કલાકે દર્શન બપોરે 12:30 થી 4:15 સાંજે આરતી 6:30 થી 7:00 સાંજે દર્શન 7:00 થી 9:00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!