Gujarat

ઝારખંડના યુવકનું હૃદય ગુજરાતના જામખંભાળિયાના યુવાનમાં ધબકતું થયું , પાંચ લોકો ને નવુ જીવન મળ્યું

દેશ મા ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે આજ ના સમય મા જો કોઈ બ્રેન ડેડ થાઈ તો એના અંગો નો ઉપયોગ અન્ય કોઈ નુ જીવન બચાવવા માટે થઈ શકે છે છેલ્લા કેટલાક મહિના મા ગુજરાત મા અને ખાસ કરી ને સુરત મા અંગદાન નુ મહત્વ ઘણુ વધ્યુ છે. આજે ઝારખંડના એક યુવક નુ હદય જામખંભાળીયા ના એક યુવક ના શરીર મા ધબકતુ થયુ છે.

જો બાબતે વિગતે વાત કરીએ તો35 વર્ષીય શૈલેશ હરિહર સિંઘ હજીરા ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતો. શૈલેષ મૂળ રહેવાસી હુસૈનાબાદ, ઝારખંડનો હતો. હજીરા ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શૈલેશ સિંઘ તા. 9 જુલાઈના રોજ બપોરે નોકરી પૂરી કરી પોતાની મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અલથાણ ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેહોશ થઇ ગયો હતો. રસ્તા પર પસાર થતા કોઈ રાહદારીએ તુરંત 108 એમ્બ્યુલન્સને ફોન કરી નવી સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યો હતો.

પહેલા સીવીલ હોસ્પીટલ મા અને ત્યારે બાદ ખાનગી હોસ્પીટલ મા તેની સારવાર કરવામા આવી હતી અને જયા સી.ટી સ્કેન મા માલુમ પડયું હતુ કે શૌલેષ ને બ્રેન હેમરેજ થયુ છે. અને 15 જુલાઈ એ તેમને બ્રેન ડેડ જાહેર કર્યો હતો.

ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈલેશ સિંઘના બ્રેઇનડેડ અંગેની અને પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેની જાણકારી આપી. NGOની ટીમે હોસ્પિટલ પહોંચી શૈલેશ સિંઘના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. અને શૈલેશ ની પત્ની અને પરિવાર જનો એ પણ સહમતી દર્શાવી હતી. ત્યાર બાદ SOTTO દ્વારા હૃદય અમદાવાદની ખાનગી હોસ્પિટલને, કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવ્યા.

અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં જામખંભાળિયાના રહેવાસી 22 વર્ષીય યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો અને આ શૌલેષ નુ હદય સુરત થી અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!