Entertainment

દિવાળી માં ફરવા ગયેલા પરીવારને કાળ આંબી ગયો ! મોત પહેલા નો છેલ્લો ફોટો સામે આવ્યો……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આવા અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે. જયારે ઘણા લોકો ને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આવા અકસ્માત માં મૃત્યુ પામતા લોકો ના પરિવાર પર શું વીતતી હશે તે કદાચ આપણે જાણી પણ ના શકીએ. પરંતુ અપણે સૌ જાણીએ છીએ કે જયારે આપણે આપણા સ્વજનોને ગુમાવીએ છીએ ત્યારે તેનું  દુઃખ શું હોય છે.

આપણે અહી આવા જ એક અકસ્માત અંગે વાત કરવાની છે કે જેમાં એક જ પરિવાર ના ચાર સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત રાજસ્થાનમાં સર્જયો હતો. તો ચાલો આપણે આ અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજસ્થાન ના શ્રીગંગાનગર ના રહેવાસી રુપરામજી ના પરિવાર સાથે સર્જયો હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ દિવાળી ની રજાઓ ચાલી રહી છે. આ રજાઓ નો લાભ લેવા માટે આ પરિવાર ફરવા જઈ રહ્યો હતો. તે સમયે જેસલમેરના તનોટ માર્ગ પર આ પરિવાર સાથે ગંભીર અકસ્માત થયો.

આ અકસ્માતના કારણે એક જ પરિવારના ૪ લોકો ના કરુણ મૃત્યુ થયા હતા. જો વાત આ પરિવાર અંગે કરીએ તો પરિવાર માં હવે રૂપરામ તેમના પત્ની અને એક ચાર વર્ષ નું બાળક જા રહ્યા છે. જો વાત આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ વિશે કરીએ તો તેમાંથી એક નું નામ અંજુ છે. તેમણે થોડાજ સમય પહેલા થર્ડ ડિગ્રીની શિક્ષકની પરીક્ષામાં પાસ કરી હતી. જેના કારણે પરિવારમા આનંદ નો માહોલ હતો. પરંતુ તેમના મૃત્યુથી પરિવાર માં દુખ નો માહોલ છે.

આ અકસ્માત માં એક ચાર વર્ષ ના બાળકને માતા પિતાનો સાથ ગુમાવવો પડ્યો હોતો. તમને જણાવી દઈએ કે વિશાલ અને રીકુ ને એક ચાર વર્ષ નો પુત્ર આર્યન છે કે જે પોતાના દાદા દાદી સાથે હતો કે જયારે આ અકસ્માત સર્જયો હતો. જેમાં આ બન્ને માતા પિતાના મોત થયા હતા. જયારે રૂપરામે પોતાના ગઢપણનો સહારો એટલે તેનો દીકરો વિશાલને ગુમાવ્યો છે. વિશાલ પીલીભાગમાં એક શાળા ચલાવી રહ્યા હતા.

વિશાલ સાથે તેની બહેન વર્શિકાનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે બહેન વર્શિકાના હજી ૬ મહિના પેહલા જ લગ્ન થયા હતા. સ્વભાવિક વાત છે કે કોઈ વ્યક્તિને તેના બાળકોના મૃત્યુ વિશે જાણ કરવી કેટલી કઠીન છે હાલ રૂપરામજી ને અકસ્માત માં પરિવાર ના લોકો ને ફક્ત ઈજા થવા પામી છે તેવીજ ખબર છે. તેઓ ને હકીકતની ખબર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!