નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરનાં જવાન થયો શહીદ! બહેન પોતાના હસ્તે અંતિમ સંસ્કાર કર્યા ત્યારે ગામજનો આંસુ રોકાયા નહિ.
ખરેખર ધન્ય છે એ મા ને અને તેમના પરિવારને હજેમના દીકરાઓ દેશની રક્ષા અર્થે પોતાના પ્રાણ ગુમાવે છે. અને એ મુત્યુ નથી પરંતુ શહીદી છે. ભારત માતાની રક્ષા અર્થે અનેક વિરો હોય છે જે પોતાના જીવ ગુમાવતા હોય છે. હાલમાં જ ગુજરાતના સુરેન્દ્રનગરનાં લીલા પૂર્ણ યુવાન શહીદ થતા
આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી.
સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો વતની અને ચાર વર્ષથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો કુલદીપ થડોદા નામનો નેવીનો જવાન હાલ INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો. ગામ જનો અને પરિવાર એ આજે ખૂબ જ ગર્વ અનુભવતા હતા. સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી તેમજ એક ખૂબ જ અનોખું કાર્ય બન્યું હતું. કહેવાય છે ને કે ભાઈ બહેન નો પ્રેમ ખૂબ જ અતૂટ હોય છે.
બહેન પોતાના ભાઈને પોતાના હસ્તે દેહ આપ્યો હતો ત્યારે એ તરફ ભાઈના ગુમાવવાના આંસુઓ વહેતા હતા તો બીજી તરફ ગર્વતાના.
વાત જાણે એમ છે કે આ યુવાન 28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દેહને તેના વતન લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી અને ગામજનોની સાથે સૌ કોઈ દુઃખમાં મુકાઈ ગયા હોત અને ગામ જનોની આંખો માંથી આંસુઓ રોકાયા નહિ. ભગવાન વીર શહીદને આત્મને શાંતિ આપે એજ પ્રાર્થના.
