પંચમહાલ: લગ્નના બે વર્ષ બાદ પરિણીતાનો આપઘાત, ગાંધીનગર સુધી રજુઆત બાદ નવ વ્યક્તિ સામે ફરિયાદ
હજી તો નવા વર્ષની શરૂઆત જ થઇ છે ત્યાતો એક પછી એક દુઃખદ ઘટના ઘટી રહી છે, તેવી જ એક દુખદ ઘટના પંચમહાલ જીલ્લાના નંદીસર ગામમાં ઘટેલ છે. ઘટનાની વાત કરીએ તો ગોધરાના નંદીસર ગામે રહેતા પ્રણીવભાઈ માછી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી નામે આરતી છે. આ દીકરી નામે આરતી ની સગાઇ બે વર્ષ પહેલા નંદીસર ગામના એક યુવક નામે પીન્કેશ માછી સાથે થઇ હતી. બંને યુવક યુવતી સગાઇ બાદ ખુબજ ખુશીથી રહેતા હતા, અને બંને સાથે ફરવા પણ જતા હતા. પરંતુ એવું તો શું થયું પીન્કેશ ના પરિવાર ને કે તેમણે આ સગાઇ તોડી નાખી.
સગાઇ તૂટતા આરતી ને ખુબજ મોટો સદમો લાગેલ હતો. મળતી માહિતી અનુસાર સગાઇ તોડવા બાબત નું કારણ એ મળ્યું કે પીન્કેશના પરિવારજનો એમ કહેતા હતા કે, આરતી નો સ્વભાવ ખુબજ બદલાઈ ગયો છે. તેનો સ્વભાવ સારો નથી, અમને તેનો સ્વભાવ પસંદ નથી, આ કારણોસર પીન્કેશ ના પરિવારજનોએ સગાઇ તોડી નાખી હતી. આ કારણ બાદ આરતી ના પરિવાર જનોએ પીન્કેશ ના પરિવાર જનો સામે ઘણી બધી ચર્ચાઓ કરી. અને આરતી ના પરિવાર જનોએ એમ પણ બીક બતાવી કે આમાં તમારી ઈજ્જત શું રહેશે.
પંરતુ પીન્કેશ ના પરિવાર વાળા કોઈપણ પ્રકારે માનવા તૈયાર ન હતા, છેવટે તેમણે એમ પણ આરતી ના પરિવાર ને કહી દીધું કે, કે આરતી ને જે કરવું હોઈ એ કરે, તેને મારી જાવું હોઈ તો પણ મરી જાઈ. આ વાત આરતી ને દિલમાં ખુબજ લાગી આવી, અને છેવટે તેને બીજું કંઈપણ વિચાર્યા વગર આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું.
આરતીના આ આત્મહત્યા ના પગલા બાદ આરતીના પરિવારો એ પીન્કેશ સહીત તેના પરિવાર ના કુલ સભ્યો સામે આત્મહત્યામાં દુષ્પ્રેરણા આપવા ફરિયાદ નોંધાવી હતી.પરંતુ ત્યાની સ્થાનિક પોલીસે કોઈપણ ફરિયાદ લીધી ન હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ ફરિયાદ ન લેતા આરતી ના પરિવારે ગાંધીનગર સુધી આ ઘટના ની રજૂઆત કરી હતી. આ ફરિયાદ સ્થાનિક પોલીસ માં ન લેતા આરતીનો મૃતદેહ પણ તેના પરિવાર સાથે રઝળપાટ કરી રહ્યો હતો, પરંતુ આખરે ગાંધીનગર રજૂઆત કરતા ફરિયાદ નોંધાતા આરતીના મૃતદેહ ને વડોદરા સયાજી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યો હતો. વધુમાં જણાવીએ તો મળતી વિગતો અનુસાર એમ પણ તેમના પરિવાર ને શંકા છે કે આરતી ગર્ભવતી પણ છે.સમગ્ર મામલે પોલીસ એ તપાસ હાથ ધરી છે.