ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરવા મોંઘા પડ્યા, સુહાગરાત પછી વરરાજાએ કર્યું આવું કૃત્ય.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પ્રેમ આંધળો હોય છે, ક્યારે શું થઈ જાય કોઈ નથી જાણતું. આમ પણ ખાસ કરીને હવે સોશિયલ મીડિયના સમયમાં પ્રેમના અનેક બનાવ બનતા હોય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ એક એવો બનાવ બન્યો કે, યુવતી ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા અને સુહાગરાતનાં દિવસે જ એવું કૃત્ય કર્યું કે તમને જાણ થશે તો ઓનલાઈન મિત્ર ઉપર ભરોસો નહિ કરો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં લોકો ઓનલાઈન મિત્રતા કરી રહ્યા છે, ત્યારે તમને વિશ્વાસ નહિ આવે કે વધુપડતો વિશ્વાસ તમને મુશ્કેલીઓનો મૂકી શકે છે.આમ પણ કહેવાય છે ને કે, સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે માણસો પણ અને યુવતી સાથે પણ આવું જ થયું.
કોલકતામાં રહેતી એક છોકરીને યુપીના ફતેહપુરમાં રહેતા છોકરાએ આપ્યો. મહિલાની ફેસબુક ઉપર યુવક સાથે મિત્રતા થઇ હતી, બંનેએ કોર્ટ મેરેજ પણ કરી લીધા, પરંતુ લગ્ન પછી છોકરો કન્યાના ઘરેણા અને રોકડ લઈને ભાગી ગયો. હવે પીડિતા ન્યાય માટે પોલીસ સ્ટેશનના નાં ચક્કર લગાવી રહી છે. લગ્નના સપનાઓ દેખાડીને યુવક તોચાલ્યો ગયો પરતું તેની જિંદગી બરબાદ કરી નાખી.
આમ તો પીડિતા યુવતીની મિત્રતા સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક ઉપર ફતેહપુરના રહેવાસી અભિષેક આર્યા સાથે થઇ હતી. થોડા દિવસોની વાતચીત પછી તેના દુરના કૌટુંબિક સંબંધી પણ નીકળી આવ્યા. જલ્દી અભિષેક પીડિતા ઉપર લગ્નનું દબાણ કરવા લાગ્યો. તેણે યુવતીને ધમકી આપી કે તે તેની સાથે લગ્ન નહિ કરે તો તે ખોટું પગલું ભરી લેશે.
ત્યાર પછી યુવકે દિલ્હીની ફ્લાઈટ પકડી અને યુવતીને મળવા કોલકતા આવી ગયા. અહિયાં તેણે ઈમોશનલ દબાણ કરી યુવતીને લગ્ન માટે રાજી કરી લીધી. બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. આમ તો લગ્ન પછી યુવકે તેનો સાચો રંગ દેખાડ્યો. તે યુવતીના ઘર માંથી ત્રણ લાખના ઘરેણા અને એક લાખ રોકડ લઈને ભાગી ગયો. જયારે યુવતીને તેની જાણ થઇ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ત્યાર પછી તે કોલકતા પોલીસ સાથે યુવકને શોધવા ફતેહપુર આવી. અહિયાં અભિષેકના ઘરે તાળું લાગેલું જોવા મળ્યું. હવે બંને રાજ્યોની પોલીસ આ દગાખોર યુવકને શોધી રહી છે. પેલું કહેવાય છે ને કે આખરે અનુભવ થયા પછી જ માણસને અનુભવ થાય છે. આ યુવતીને અનુભવ થયો કે જીવનના ક્યારેય ઓનલાઈન મિત્ર ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ.