બીલ્ડરે આત્મ હત્યા કરી લીધી
હાલ ના સમય મા રોજ કયાંક ને કયાંક આત્મહત્યા ના બનાવો બની રહ્યા છે ઘણી પાછળ આત્મ હત્યા પાછળ ગંભીર કારણ સામે આવે છે તો ઘણી વખત સામાન્ય કારણ મા પણ કોઈ જીવન ટુકાવતુ હોય છે ત્યારે એક ઘટના મા એક બિલ્ડરે સાત પાના ની સ્યુસાઈડ નોટ લખી ને જીવન ટુકાવ્યું હતુ.
આપણે જે ઘટના ની વાત કરવા જઈ રહ્યા છીએ તે મુળ ઉત્તર પ્રદેશ ના ગાઝીયાબાદ ની છે જયાં ડી.એલ.એફ કોલોની મા રહેતા એક બિલ્ડરે જેનુ નામ ધર્મેન્દ્ર કુમારે 19 ઓક્ટોબરે પોતાના ઘરે પંખા સાથે લટકી જીવન ટુકાવ્યું છે કેહેવા મા આવી રહ્યુ છે કે ધરમેન્દ્ર કુમારે વ્યાજ ખોરોના ત્રાસથી આત્મ હત્યા કરી લીધી છે. આત્મ હત્યા બાદ સાત પાના ની એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.
સ્યુસાઈડ નોટ મા જાણવા મળ્યુ હતુ કે ધર્મેન્દ્ર કુમારે બે વ્યાજ ખોરો પાસે થી ત્રણ લાખ રુપીયા ઉધાર લીધા હતા અને તેવો ધર્મેન્દ્ર કુમારે પાસે થી 10 ટકા ના દરથી વ્યાજ વસુલ કરતા હતા પરંતુ જયારે બીલ્ડરે વ્યાજ દેવામાં મા મોડુ કર્યુ તો વ્યાજખોરો એ ધમકી આપવાનુ ચાલુ કર્યુ અને ખોટા કેસ મા તેને અને તેની પત્ની ને ફસાવી દેવાની ધમકી આપી હતી.
ધર્મેન્દ્ર કુમારે મુળ મેરઠ ના છે અને તેવો ને ગાઝીયાબાદ મા ત્રણ માળ નુ મકાન છે જેમા બે માળ ભાડે આપેલા છે જેમા તેના બે દિકરા અને પત્ની સાથે રહેતા હતા. જ્યારે બીલ્ડરે આપઘાત કર્યો ત્યારે ઘરે કોઈ હાજર નહોતુ. બીલ્ડર ના પરીવારજનો એ વ્યાજ ખોરો પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કડક કાર્યવાહી ની પણ માંગ કરી છે
ધર્મેન્દ્ર કુમાર “હું ધર્મેન્દ્ર કુમાર મારું જીવન સમાપ્ત કરું છું. આશા છે કે વહીવટીતંત્ર મને ન્યાય અપાવશે. મેં નરેશ અને પ્રવીણ પાસેથી લોન લીધી હતી. તેઓ ગુંડાગીરી કરીને મારા ફ્લેટ માટે કરાર મેળવવા માંગતા હતા. તેનું દેવું ચૂકવવા માટે, મેં સોનું વેચીને પૈસા ચૂકવ્યા, પણ તેનાથી તેનું પેટ ભરાયું નહીં.
તેઓ મારી પત્ની અને બાળકોને મારી નાખવાની ધમકી આપીને મને ત્રાસ આપતા હતા (બ્લેકમેલ કરી રહ્યા હતા). તેમની પાસે ગેરકાયદે હથિયારો પણ છે. તેણે કહ્યું કે તું તારી પત્નીને જેલમાં મોકલીશ, બંને બાળકોને મારી નાખશે. મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરે છે, કદાચ હું તેમને નિરાશ કરું છું. કૃપા કરીને મને માફ કરો. મારા પરિવારને કોઈ કારણસર પરેશાન ન થવું જોઈએ. મારી ફાઇલ સોડી પાસે છે, કૃપા કરીને મારા મિત્રને પણ પરેશાન ન કરો.