બ્લેક ટાઈગર તરીકે જાણીતા બનેલા આ ભારતીય જાસુસ પાકિસ્તાન ની આર્મી મા મેજર બની ગયા છતા પાકિસ્તાન ને ખબર નહોતી પડી
આપણે અનેક વખત ભારતીય જાસુસો ની વાતો સાંભળી હશે આજે તમને એક એવા જ ભારતીય જાસુસ ની વાત કરવી છે જેની બહાદુરી ની વાત સાંભળી તેના પર ગર્વ અનુભવશો. આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ રવિન્દ્ર કૌશીક અને તેવો જાસુસી કરતા કરતા પાકિસ્તાન ની આર્મી મા મેજર બની ગયા હતા અને પાકિસ્તાન ને ખબર પણ નહોતી પડી.
રવિન્દ્ર કૌશીક નો જન્મ રાજસ્થાન ના શ્રી ગંગાનગર મા થયો હતો તેમ ની જન્મ તારીખ 11 એપ્રીલ 1952 છે અને તેવો ને થીયેટર મા એક્ટીંગ કરવાનો નો શોખ હતો જયારે એક વાર તેવૉ થીયેટર મા રોલ પ્લે કરી રહ્યા હતા ત્યારે તેમના પર ઓફિસરો ની નજર પડી અને ત્યાર બાદ તેવો ને એક ખાસ મીશન મા શામેલ કરવામા આવ્યા હતા.
જે બાદ તેને રો માંથી અંડરકવર એજન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યા હતો. મિશન પર પાકિસ્તાન જતા પહેલા તેમને બે વર્ષની તાલીમ આપવામાં આવી હતી. તેમને ઉર્દૂ શીખવવામાં આવ્યું હતું અને મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો પણ કહેવામાં આવી હતી. એટલું જ નહીં, તે પછી તે ત્યાં ગયા અને કરાચી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી જ તે એલએલબીનો અભ્યાસ કર્યા બાદ પાકિસ્તાની સેનામાં જોડાયા હતા.
રવીન્દ્ર કૌશીક ભારતીય જાસુસ બ્લેક ટાઈગર નામ થી જાણીતા બન્યા હતા જ્યારે પાકિસ્તાન મા રહ્યા ત્યારે ભારત ને અનેક બાબતો ની જાણ કરી હતી આ ઉપરાંત તેમને ત્યા એક મુસ્લીમ યુવતી સાથે પ્રેમ પણ થયો હતો અને તેમની હાથે લગ્ન કર્યા હતા. રવિન્દ્ર કૌશીક કે પોતાની ઓળખ એવી રીતે છુપાવી હતી કે એક સમયે તે પાક આર્મી મા મેજર પદ સુધી પહોંચી ગયા હતા અને ખાસ જાણકારી ભારત ને આપતા રહ્યા હતા.
બીજી બાજુ, તમને જણાવી દઈએ કે વર્ષ 1985 માં કૌશિકને પાક કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. તેઓ લગભગ 16 વર્ષથી પાકિસ્તાનના સિયાલકોટમાં કોટ લખપત અને મિયાંવાલી જેલમાં બંધ હતા. જેલમાં રહેવાના કારણે તેને ટીબી, અસ્થમા અને હૃદયની બીમારીઓ થય હતી નવેમ્બર 2001 માં, તેમણે દુનીયાને અલવિદા કહ્યું. તેમના મૃત્યુ પછી, તેમને મુલતાનની સેન્ટ્રલ જેલમાં દફનાવવામાં આવ્યા હતા.