ભુરી ને આપણા દેશી યુવક સાથે પ્રેમ થયો પછી જોવો કેવી જોડી જામી
આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક પ્રેમ કહાની નાં કિસ્સાઓ સાંભળતા જ હોઈએ છીએ જેમાં આપણે એવા અજબ ગજબ કિસ્સા સાંભળવા મળતા હોય છે કે પોતાની જાત પર વિશ્વાસ ન આવે! ખરેખર આજનો યુગ એવો છે કે, લોકો ઓનલાઈન પ્રેમમાં પડી ગયા છે. પહેલા જમાનામાં જેમ વડીલો જોઈ આવતા અને લગ્ન થઈ જતા તેમ હવે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામ માત્ર વાતો થાય છે રુબરુ મળ્યા ન હોય છતાં પ્રેમ પ્રાગરે છે.
ખરેખર પ્રેમ આંધળો છે. પ્રેમ જ્યારે થાય ત્યારે દુનિયાની કોઈ બીજી વસ્તુઓ દેખાતી જ નથી. હાલમાં જ એક એવો કિસ્સો બન્યો છે. એક રશિયન કરોડપતિ યુવતી કરેલાના નાના ગામ વસતા ગરીબ યુવાનનાં પ્રેમમાં પડી ગઇ અને ખરેખર આ બંને ક્યારેય રુબરુ મળ્યા પણ ન હતા માત્ર ફેસબુકમાં એક બીજા સાથે વાતચીત કરતા કરતા બને ને પ્રેમ થઇ ગયો અને એ યુવતી તેનું ઘર છોડીને આ યુવાનને મળવા ભારત આવી અને તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ.
આ યુવાનનો પરિવાર સામાન્ય છે, અને તેઓ ગામડામાં રહે છે, ન તો તેઓ એટલા અમીર છે કે, યુવતીને સારી લાઈડ્સટાઇલ આપી શકે છતાં પણ આ યુવતી આ યુવાન સાથે પોતાનું જીવન પસાર કરવા તૈયાર થઈ ગઈ છે.કહેવાય છેને કે , પ્રેમનાં સંબંધમાં માત્ર લાગણીઓ જોવાય છે બીજો કોઈ વ્યવહાર કે, કોઈ સુખ સંપત્તિ નહીં. અને આજનો જમાનો હવે ઈન્ટરનેટલવનો થઈ ગયો છે. આ બંને જ નહીં પરંતુ આવા તો અનેક કિસ્સાઓ બને છે જ્યાં યુવતી અને યુવાન દુનિયાની તમામ હદો પાર કરી દેતા હોય છે.