અનેક ભક્તોના દુઃખ દૂર કરતા મોજીલા મામાદેવ કોના અવતાર છે જાણો.
આપણે સૌ અનેક દેવી દેવતાઓ પૂજા અર્ચના કરીએ છીએ અને સદાય તેના પર પૂર્ણ વિશ્વાસ રાખતા હોઈએ છીએ. ત્યારે આજે મામા દેવ વિશે જાણીશું કે,મામાદેવ કોણ છે અને શા માટે તેઓ મામાદેવ તરીકે ઓળખાય છે. ચાલો ત્યારે જાણીએ કે કોણ છે મામાદેવ. એક નજર કરીએ તો હજુ સુધી કોઈ જાણતું નથી કે મામાદેવ કોણ છે, હા તેમના પરચાઓ અનેક છે અને તેમણે અનેક ભક્તોને દર્શન આપ્યા છે.
શિવપુરાણમાં કહેવાય છે કે, મહાદેવ દ્વારા પ્રગટ થયેલા વિરભદ્રનો બીજો અવતાર એટલે મામાદેવ. હા આવું કહેવાય છે કે, મહાદેવ વીરભદ્રને મામદેવ તરીકે પુથ્વી પર અવતાર લેવાનું કહ્યું અને લોકોના દુઃખ દર્દ દુરકરવાના આશીર્વાદ આપ્યા. મામાદેવનો ખીજડાનાં વૃક્ષમાં વાસ હોય છે તેમજ લીમડામાં વૃક્ષ પણ તે વસે છે અને તેમણે સિગારેટ અને ગુલાબ તેમજ અંતર અતિપ્રિય છે. સૌ ભાવિ ભક્તો ગુરુવારનાં રોજ મામાદેવની વિશેષ પૂજા અર્ચના કરે છે.
ખરેખર મામાદેવની સરકારની છત્રછાયામાં જે ભક્ત હોય છે તે ક્યારેય દુઃખી નથી થતો અને મામાદેવ સદાય તેમના વારે આવે છે અને તેમના દુઃખ દૂર કરે છે. મામાદેવ સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને તેમનું રૂપ અલૌકિક છે અને તેમના માથે પાઘ અને હાથમાં સિગારેટ હોય છે. એવું કહેવાય છે કે, ભરવાડના દીકરાનો જીવ બચાવવા મામાદેવ વીરગતિ પામ્યા અને આજે આપણે સૌ મામદેવને પુજીએ છીએ અને અતૂટ વિશ્વાસ પણ છે, જેના ફળ રૂપે મામદેવ આપણી સદાય સાથે રહિમને રક્ષા કરે છે.