India

મોતની સામે ભેટી ને પણ યુવકે ચાલુ ટ્રેન સામે જઈને કૂતરા બચાવ્યો અને પોતાનો જીવ….

માનવતા થી મોટો કોઈ મોટો ધર્મ નથી! દરેક જીવ પ્રત્યે માનવતા દાખવી જ જોઈએ અને એ જ મનુષ્ય ધર્મનું પહેલું કર્તવ્ય છે. કહેવાય છે ને કે દરેક વ્યક્તિની અંદર ભગવાનનો વાસ હોય છે જે માનવતા રૂપ સમાન છે. આપણે એવા ઘણા વ્યક્તિ જોતા હોય છે જેઓ દરેક જીવ ની સેવા કરવા માટે તૈયાર જ હોય છે. ત્યારે હાલમાં જ માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ એક વ્યક્તિએ બતાવ્યું છે.

કહેવાય છે કે દરેક વ્યક્તિ ભલે જાતિ અને દેશ અને સ્વભાવ થી અલગ હોય શકે પરંતુ માણસની લાગણીઓ અને માનવતા તો એક જ હોય છે.હાલમાં જ એક યુવકે પોતાના જીવનને દાવમાં મૂકીને એક કૂતરા ને બચાવ્યો અને એ પણ મોતને નજીક રહીને! ફૂલ સ્પીડમાં આવતી ટ્રેન ની સામે જઈને આ યુવકે જે કર્યું એ તમારા હૈયાનાં સ્પર્શી જશે. આ ઘટના ભલે ભારત ની જ હોય પરંતુ વિદેશ નાં લોકોમાં પણ એટલી જ માનવતા અને જીવ દયા હોય છે એ આ વીડિયો પર થી સાબિત થઈ જાય છે.

આ વીડિયો વિશે વધારે વાત કરીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પાટા ઉપર બાંધેલ કૂતરા નો જીવ બચાવવા ણ પોતાનો જીવ જોખમમાં મૂકીને કૂતરાને બચાવ્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. કૂતરાનો જીવ બચાવનાર આ વ્યક્તિનો વીડિયો ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકો તે વ્યક્તિની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે આ પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું છે – વ્યક્તિએ કૂતરાને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો.

આ વીડિયોમાં તમે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેલ્વે ટ્રેક પર બાંધેલા કૂતરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. તે માણસ દોડતો દોડતો રેલ્વે ટ્રેક પર આવે છે અને દોરડા વડે બાંધેલા કૂતરાનું દોરડું ખોલવા લાગે છે. ત્યારે પાછળથી એક સ્પીડમાં આવતી ટ્રેન દેખાય છે. જોકે, માણસે દોરડું ખોલીને કૂતરાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધો હતો. જેવો તે કૂતરા સાથે પાટા પરથી દૂર જાય છે, ત્યારે જ એક ઝડપી ટ્રેન ત્યાંથી પસાર થાય છે.

અત્યાર સુધી આ વીડિયોને 19.7 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો જોઈને સૌ કોઈ એ વ્યક્તિનાં વખાણ કરી રહ્યા છે. કહેવાય છે ને કે જ્યારે તમે કોઈનું સારું કરવા ઈચ્છો છો ત્યારે ભગવાન તમારી સાથે જ હોય છે. આ વીડિયોમાં આપણે જોયું કે ટ્રેન એ યુવાનને કચડી જ નાખત પરતું જો સદકાર્યો આપણા એવા હોય અને અને આમ પણ રામ રાખે એને કોણ ચાખે? આ ઘટના જોઈને એ ખ્યાલ આવી ગયો હશે કે માનવતા થી મોટું કંઈ જ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!