યુવકે છોકરીના નામ ની ફેક આઈ ડી બનાવી એવુ કારસ્તાન કર્યુ કે જાણી ને તમે…
સોસીયલ મીડીયા ના જેટલા ફાયદા નથી એટલા ગેરફાયદા છે અનેક એવા કિસ્સા ઓ સામે આવી ચુક્યા છે જેમા સાઈબર ક્રાઈમ થયો હોય અને કોઈ ને કોઈ ભોગ બન્યુ હોય અનેક ઘટના ઓ મા એવુ બન્યુ છે યુવતી યુવકો ને ફસાવી ને બ્લેકમેઈલ કરતી હોય પરંતુ રાજકોટ મા આનો વિપરીત કીસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક યુવતીઓ ને વિડીઓ કોલ કરી ફસાવતો હોય તેવું સામે આવ્યુ છે.
આ ઘટના અંગે Divyabhaskar ના એહવાલ મુજબ રાજકોટ ના વિરપુર મા રહેતો અને કડીયાકામ નો ધંધો કરતો કિશન ડાભી નામ નો યુવક ફેસબુક પર છોકરીઓ ના નામ ની ફેક આઈ ડી બનાવી ને કોલેજિયન યુવતીઓ ને ફ્રેન્ડ રીકવેસટ મોકલતો અને થોડી વાતો કર્યા બાદ નગ્ન હાલત મા રહી ને છોકરીઓ ને વિડીઓ કોલ કરતો અને ત્યાર બાદ વીડિયો કોલિંગના સ્ક્રિનશોટ પાડી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બીભત્સ માગણી કરતો હોવાનો કીસ્સો સામે આવ્યો હતો. આવુ રાજકોટ ની એક યુવતી સાથે થતા યુવતી એ રાજકોટ સાઈબર ક્રાઈમ મા ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે કિશન ની ધરપકડ કરી હતી.
કોઠારીયા ગામ ની એક યુવતી એ કરેલી ફરીયાદ મુજબ ગત તારીખ 29 જુલાઈ ના રોજ સોસિયલ મીડીયા પર એક પાયલ નામ ની ફ્રેન્ડ રીકવેસટ આવી હતી. ત્યાર બાદ મેસજ પર અવાર નવાર વાત થય હતી જેમા તે બ્યુટીપાર્લર ચલાવતી હોય તેવું જણાવ્યું હતુ. અને એક વાર વિડીઓ કોલ આવતા યુવતી ડઘાઈ ગઈ હતી કેમ કે સામે વાળી વ્યકતી પાયલ નહી કોઈ પુરુષ હતો. અને નગ્ન અવસ્થા મા હતો.
ત્યાર બાદ યુવતી એ તરત જ તે આઈ ડી ને બ્લોક કરી દીધી હતી. ત્યારે અન્ય એક આઈ ડી પર પર થી વિડીઓ કોલ આવ્યો હતો અને એ રિસિવ ના કરાતા યુવતી ના વિડીઓ કોલ વાળા સ્ક્રિનશોટ સાથે મેસેજ મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તું મારી સાથે વીડિયો કોલમાં વાત કર નહીં તો હું તારા ફોટા વહેતા કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. ત્યારે આ અંગે યુવતી એ સાયબર સેલ મા ફરિયાદ નોંધાવતા તપાસ મા માલુમ પડયું હતુ કે વિરપુર રહેતા કિશન જયંતી ડાભીનો હોવાનું ખુલતા તુરંત તે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
