વડોદરા: ડોડીયા પરીવાર ને અકસ્માત નડ્યો! એક જ પરીવાર ના ત્રણ સભ્યો ના મોત થયા
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સમાચારોમાં અવારનવાર અકસ્તમાતની ઘટના ઘટતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે.જેના લીધે વડોદરા શહેરના ડોડીયા પરીવાર ને અકસ્માત નડ્યો! એક જ પરીવાર ના ત્રણ સભ્યો ના મોત થયા ત્યારે આ ઘટનાથી પરિવરામાં ખૂબ જ મોટું દુઃખ આવી ગયુ. ખરેખર આ ઘટના થી પરિવારમાં હાલમાં શોકમય વાતાવરણ બની ગયું છે ત્યારે આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
વાત જાણે એમ છે કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયા હતા પરંતુ તેમને ક્યારેય સપનામાં વિચાર્યું નહિ હોય કે, આ ક્રિયા તેમના જીવનની અંતિમ ક્રિયા બની જશે. ખરેખર હાલમાં પરિવારમાં ખૂબ જ દુઃખ આવી ગયું છે.ડોડિયા પરિવારને કારનો અકસ્માત નડતાં ડ્રાઇવર સહિત 3 સભ્યનાં મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવ થી ગામ જનોએ દુઃખમાં મુકાઈ ગયા છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે. અંતિમ ક્રિયા માટે 6થી 7 પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસીને વડું ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગુરુવારે ગામે આવ્યા હતા. અંતિમક્રિયાનો પતાવી સભ્ય મારુતિ વાનમાં પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યા હતા.
આ દરમિયાન જ મહુવડ નવાપુરા ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ બનાવમાં મારુતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડિયા, ભીખીબેન હિંમતસિંહ ડોડિયા તથા વાન ચાલાક વિજય સિંહ ડોડિયાને ગંભીર ઇજાઓ થવાથી તેમનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ દાખલ કરવામાં આવેલ.ભગવાન તેમની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
