વિચીત્ર કીસ્સો: યુવકો એ ભેંસ લુંટવાનો પ્લાન બનાવ્યો પણ થયુ એવુ કે….
આજના સમય યુવા પેઢી અનેક ક્ષેત્ર આગળ વધી રહી છે, ત્યારે આજના સમયમાં એવા ઘણા યુવાનો છે જે પોતાની કારકિર્દી બનાવવા ને બદલે બીજા કાર્યોમાં ખોટી બુદ્ધિ ચલાવે છે અને ના કરવા નાં કામો કરતા હોય છે. આવા કામોના લીધે ક્યારેક જેલના સડીયા પણ ગણવા પડે છે. ત્યારે હાલમાં જ એક વિચિત્ર કિસ્સો બન્યો છે. આપણે સૌ કોઇ જાણીએ છે કે, અનેક ચોરી અને લૂંટના બનાવ બનતા હોય છે, ત્યારે એક યુવકે પૈસા કે, સોના ચાંદી જેવી વસ્તુઓ ચોરવા ને બદલે ભેંસ ને લૂંટવાનો પ્લાન બનાવ્યો.
ખરેખર આ ઘટનામાં યુવકે એવો માસ્ટર પ્લાન બનાવ્યો કે, તમે પણ જાણીને ચોંકી જશો. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે વિગતવાર જણાવીએ. આ ઘટના છે, અમદાવાદનાં સરખેજ વિસ્તારની હદમાં આવેલી ફતેહવાડી વિસ્તારમાં ભેંસચરાવવા ગયેલ વ્યક્તિ પાસે ભેંસ લૂંટ કરવામાં આવી.સાથો સાથ ભેંસ ચલાવનાર પાસે થી 500 રૂપિયાની લૂંટ કરવામાં આવી. પોલીસે આ ઘટના તપાસીને લૂંટારુઓ પાસેથી ભેંસ ખરીદનાર બે શખ્સોની પોલીસએ ધરપકડ કરી છે.
સરખેજના ફતેહવાડી વિસ્તારમાં રહેતા રણછોડભાઈ ભરવાડ 14 જાન્યુઆરીના રોજ પોતાની 13 ભેંસો ચરાવવા માટે સાબરમતી નદીના પટમાં ફતેહવાડી પાસે ગયા હતા. ત્યાં આવી ચઢેલા ત્રણ શખ્સો મહમદ અઝહર ઉર્ફે કાણિયો મણીયાર, નઇમ મણીયાર, નદીમ મણીયારએ રણછોડભાઈને કેમ અહીં ભેંસો ચરાવવા કેમ આવ્યો છે.છરી બતાવી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના ખિસ્સામાંથી 1500 રૂપિયા અને ભેંસોની લૂંટ કરી ભાગી ગયા હતા.
કુલ 7 ભેંસ મળી આવી છે. લૂંટારું પાસેથી ભેંસો ખરીદનાર શખ્સોને ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ફરિયાદમાં જે ત્રણ નામ આરોપીઓના આપવામાં આવ્યા છે તેઓ અગાઉ ભેંસ ચોરીના ગુનામાં પકડાયેલા છે. તેમાનો નદીમ નામનો આરોપી અગાઉ મર્ડરના ગુનામાં પણ સંકળાયેલો અને અત્યારે પે રોલ પર બહાર હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.