Gujarat

વીજળી વગર ચાલતુ ટ્રેડમિલ બનાવનાર વ્યક્તિ પર આનંદ મહિન્દ્રા થયા ખુશ ! કહી દીધી આ વાત…

તમે ટ્રેડમિલ તો ઘણા જોયા હશે પણ શું તમે ક્યારે લાકડાનું ટ્રેડમિલ જોયું છે??હાલમાં જ સોશીયલ મીડીયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ લાકડાની ટ્રેડમિલ બનાવતો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર તેલંગણાના એક વ્યક્તિએ પોતાના હાથથી એક લાકડાંનો ટ્રેડમિલ બનાવ્યો છે. આ ટ્રેડમિલ વીજળી વિના વાપરી શકાય છે તેમજ જગ્યા પર ખૂબ જ ઓછી રોકે છે. જો કે હાલમાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની ખાસ વાત તો એ છે કે આ વીડિયોને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એ પોતાના સોશીયલ મીડીયા પર શેર કર્યો છે. આટલું જ નહિ આ વીડિયોને શેર કરતા તેમને ટ્રેડમિલ બનાવનાર વ્યક્તિના પણ વખાણ કર્યા છે.

૪૫ મિનિટના આ વીડિયોને શેર કરતા આનંદ મહિન્દ્રા એ કહ્યું કે જ્યારે દુનિયા કોમોડિટીની જેમ થતી જઈ રહી છે, મશીનો એનર્જીની ભૂખી છે ત્યારે આ પ્રકારની કારીગરી માટે ઝનૂન, કલાકોની પ્રતિબદ્ધતા અને મહેનત આ હાથથી બનેલી ટ્રેડમિલ માત્ર એક ટ્રેડમિલ નથી રાખતી પરંતુ તેને કલાકારી બનાવી દે છે.

સાથે જ તેમને પોતે પણ આ ટ્રેડમિલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે મને પણ આવો એક ટ્રેડમિલ જોઈએ છે.આ વીડિયોને જોયા બાદ જરૂર કહી શકાય કે ભારત દેશમાં જો લોકોને યોગ્ય દિશા મળે તો કલા અને કલાકારની કોઈ જ કમી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!