Gujarat

કોરોના અંગે બાપુ એ એવી વાત જણાવી કે આપણે સૌએ જાણવી જરુરી! જુવો વિડીઓ

હાલમાં સોશિય મીડીયામાં મોગલ મા નાં પરમ ઉપાસક પરમ પૂજ્ય શ્રી મોગલ કુળ (ચારણ ઋષિ )બાપુ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં બાપુ જે વાત કરી છે, એ દરેક લોકોએ સમજવા જેવી છે અને ખરા અર્થે 100 % સાચી છે. આ વાત કોઈ ધર્મ કે, કોઈ વ્યક્તિ વિશેષ નથી કે ન તો કોઈ ધાર્મિક વાત! આ વાત છે માત્ર એક શબ્દ ની!

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે, ત્યાર થી આપણે એક શબ્દ નો વારંવાર ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઈ ગયું અને અચનાક ફરીથી બીજી વાર કોરોના વાયરસ નો કહેર વર્તાયો ત્યારે આપણે સૌ કોઈ કહ્યું કે, આ કોરોનાની બીજી લહેર આવી છે, આ સિવાય પણ પહેલા પણ અનેક વખત આગાહી થઈ જ ગઈ હતી કે, કોરોનાની બીજી લહેર પણ આવશે. ત્યારે હવે ફરી એક વખત ત્રીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પરમ પૂજય શ્રી મોગલબાપુ એ ‘ લહેર ‘ શબ્દ વિશે લોકો ને સાચો અર્થ કહ્યો છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કચ્છમાં બચાઉ ગામમાં કબારાઉ ગામ મોગલ ધામ આવેલું છે. આ ધામના મહંત એવા પરમ પૂજ્ય શ્રી મોગલ બાપુ માતાજીના પરમ ઉપાસક છે. બાપુ માં મોગલ મણીધર વડવાળીનાં આ ધામમાં અનેક ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે અને તેમજ અહીંયા બાપુ દ્વારા સદાય લોકો ને આશીર્વાદ આપે છે. ખરેખર બાપુ ની દિવ્યતા અને તેમનું જ્ઞાન એટલું જ અદભુત અને લૌકિક છે. તેમને જે વાત કરી છે, તે ખૂબ જ 100 % સાચી વાત કરી છે.

શ્રી બાપુ એ કોરોના સાથે જોડાયેલ ” લહેર ” શબ્દ વિશે વાત કરી છે. બાપુ કહ્યું છે કે, આપણે બોલીએ છીએ કે કોરોનાની ત્રીજી લહેર આવી છે! ત્યારે ખરેખર લહેર શબ્દ કોરોના સાથસ બોલાવો જ નાં જોઈએ કારણ કે લહેર શબ્દ એ ખરા અર્થે આનંદ અને ખુશી માટે વપરાતો શબ્દ છે. ત્યારે ખરેખર લહેર ને બદલે એમ કહેવું જોઇએ કે કઠણાઇ આવી છે. લહેર શબ્દ એ ઉમંગ અને આનંદ ની ખુમારીનો શબ્દ છે. તેંમજ કોરોના એ ભયંકર મહામારી છે અને તેને અને લોકોનો જીવ લીધો છે, ત્યારે આ કોરોનાની સાથે લહેર શબ્દ નહિ પણ કઠણાઇ શબ્દ બોલવો જોઈએ. તમે વીડિયોમાં જાણી શકશો કે બાપુએ લહેર શબ્દ વિશે વિસ્તુત જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!