સુરત : ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીર પુત્ર એ પિતાની હત્યા કરી નાખી !
હજી તો સુરત મા એક ઘટના ચર્ચા નો વિષય બન્યો છે જેમા એક પિતા એ દિકરી મોબાઈલ લઈને ને ઠપકો આપતા દિકરી એ આત્મહત્યા કરી લીધી હતી ત્યા ફરી એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક સગરી વયના પુત્ર એ પિતા ની હત્યા કરી નાખી છે. માતા પિતા ઓ માટે એક લાલ બત્તી સમાન કીસ્સો કહી શકાય.
ગુજરાત સમાચાર ના અહેવાલ મુજબ હજીરા રોડના કવાસ ગામમાં રહેતા અર્જુન અરૂણ સરકારને મંગળવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. માતા અને પુત્ર દ્વારા હોસ્પીટલે એવુ જણાવવા મા આવ્યુ હતુ કે અઠવાડીયા અગાવ બાથરુમ મા પડી ગયા હતા અને મંગળવારે સાંજે સુતા પછી ઉઠ્યા નથી.
પરંતુ તબીબોને શંકા જતા અર્જુનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું સ્પષ્ટ થતા આ અંગેની જાણ ઇચ્છાપોરના પીઆઇ એન.એ. દેસાઇને કરવામાં આવી હતી. જેથી તુરંત જ પીઆઇ દેસાઇ સ્ટાફ સાથે ઘસી આવ્યા હતા અને કવાસ ગામ ખાતે અર્જુનના રહેણાંક ઘરની તલાશી લીધી હતી ઉપરાંત પત્ની અને પુત્રની પુછપરછ કરી હતી.
આ પુછપરછ દરમ્યાન 17 વર્ષના સગીર વય ના પુત્રની આકરી પુછપરછ કરતા મોબાઇલ ફોન પર પોતે આખો દિવસ ગેમ રમી રહ્યો હોવાથી પિતા અર્જુન સાથે માથાકૂટ રોજબરોજ માથાકૂટ થતી હતી. જેથી મંગળવારે સાંજે માતા ડોલી બહાર ગઇ હતી ત્યારે પિતાએ ઠપકો આપતા તેઓ વચ્ચે પુનઃ ઝઘડો થતા ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
હાલ માતા ડોલીએ 17 વર્ષના પુત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પિતાના હત્યારા એવા 17 વર્ષના પુત્રની અટકાયત કરી છે.
