Gujarat

સુરત ના આહીર પરીવાર મા માતમ છવાયો ! પિતા પુત્ર સહીત….

જીવનમાં ક્યારેક અણધાર્યા દુઃખો આવી જતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેને એક હસતાં રમતા પરિવારના માળાને વેરવિખેર કરી નાખ્યું. ખરેખર આ ઘટના જાણે એમ છે કે, સુરત જિલ્લા ના આહીર પરીવાર મા માતમ છવાયો ! ચાલો અમે આપને ઘટના વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ડાભા ગામામા રહેતા આહીર આહીર પરિવાર છેલ્લા10 વર્ષ થી અમેરિકામાં રહેતા હતા. ત્યારે હાલમાં જ સભ્યો વિકેન્ડ હોવાના કારણે પાનામાના દરિયા કિનારે ફરવા માટે ગયા. પણ દરિયામાં ડૂબવાના કારણે પિતા-પુત્ર સહિત આહીર સમાજના ત્રણ લોકોનું મુત્યુ થતા શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઘટના કંઈ રીતે બની તેના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી જાણવીએ.

ડાભા ગામમાં રહેતા દીપક આહીર નામના વ્યક્તિ 10 વર્ષ પહેલા રોજગાર માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ પરિવારના સભ્યોની સાથે ત્યાજ શિફ્ટ થઇ ગયા હતા. તેમના પરિવારના સભ્યો વિકેન્ડના દિવસે એટલે કે દર રવિવારે નિયમિત બીચ પર જતા હતા.દીપક આહીર અને જીતેન્દ્ર આહીર પરિવારના સભ્યોની સાથે જ્યારે બીચ પર ફરવા માટે ગયા હતા તે સમયે જીતેન્દ્ર આહીરનો પુત્ર જશ અને દીપક આહીરનો દીકરો સ્મિત દરિયામાં સ્વિમિંગ કરી રહ્યા હતા.

એક વિશાળ મોજામાં ફસાઈ ગયા અને પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્મિત અને જશને ડૂબતો જોઈએ જીતેન્દ્ર આહીર અને દીપક આહીર પણ પાણીમાં કૂદી પડ્યા હતા. દરિયામાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે જીતેન્દ્ર આહીર, દીપક આહીર અને સ્મિત આહીર પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તો બીજી તરફ જશ આહીર મહામહેનતે કિનારે સુરક્ષિત પહોંચવામાં સફળ થયો હતો.

તો બીજી તરફ ત્રણ લોકો દરિયાના પાણીમાં ડૂબતા હોવાની જાણ રેસ્ક્યુ ટીમને તે ઘટના સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાં દીપક આહીર, જીતેન્દ્ર આહીર અને સ્મિત આહીરની શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે રેસ્ક્યૂ ટીમને દીપક આહીર અને તેના પુત્ર સ્મિત આહીરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અમુક કલાકોની શોધખોળ બાદ જીતેન્દ્ર આહીરનો મૃતદેહ પણ પાણીમાંથી મળી આવ્યો હતો. આહીર પરિવારના ત્રણ લોકોના મોતને લઇને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!