સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે નાની બાળકીનો આ વિડિયો..એકવખત બાળકીના નખરાં જોશો તો ચોક્કસ થઈ જશો તેના ફેન..
આજનો યુગ એ ઇન્ટરનેટનો યુગ છે કેમ કે હાલ બાળકો થી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ જોવા મળે છે. ખાસ કરીને કોરોના કાળ બાદ શિક્ષણ ઓનલાઇન થઈ જવાના કારણે બાળકોમાં પણ મોબાઇલનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. બાળકો અને યુવાનો દ્વારા ખાસ કરીને વિવિધ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ વધારે પ્રમાણમા થતો જોવા મળે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યૂટ્યૂબ વગેરે જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન દરેકના મોબાઇલમાં વપરાતી જોઈ શકાય છે. તો આવામાં ઘણા બધા વિડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થતાં જોવા મળતા હોય છે. લોકો ઇન્ટરનેટ ઉપર બધાનું ધ્યાન ખેચવા માટે નતનવા પેતરા અજમાવતા જોવા મળી આવે છે. ત્યારે ઘણી વખત બાળકો કશું ખાસ કર્યા વિના જ પોતાની માસુમિયતને કારણે ઇન્ટરનેટ ઉપર પ્રસિદ્ધિ મેળવી લેતા હોય છે.
થોડા સમય પહેલા એક નાના બાળકનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં બાળક પોતાના ટ્યુશન ટીચરને કહે છે કે મને ટ્યુશનમાં ન આવડે મને ઘરે આવડે. આ વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. બાદમાં એક છોકરીનો વિડિયો વાયરલ થયો હતો જેમાં તે પોતાના પિતાના જમવાની ચિંતા કરતી જોવા મળી રહી હતી અને રડતાં રડતાં મમ્મીને કહે છે મને પપ્પાની જમવાની ચિંતા થાય છે પપ્પા દુકાનેથી મોડા આવે છે એમને ભૂખ લાગતી હશે. આ વિડિયો જોઈ લોકો ખૂબ ભાવુક થઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં આ વિડિયો દરેક પ્લેટફોર્મમાં શેર કરવામાં આવ્યો હતો.
આવો જ એક નાનકડી બાળકીનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકીના ફોલોઅર્સ મોટી સંખ્યામાં વધી ગયા છે આમતો આ બાળકીના ઘણા બધા વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા છે જેના કારણે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે પરંતુ આજે આપણે જે વિડિયોની વાત કરી રહ્યા છીએ તેમાં આ બાળકી પોતાના ટીચર સાથે ફોનમાં વાત કરી રહી છે અને કાલાઘેલા અવાજમાં બોલતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં નાનકડી બાળકીની મમ્મી બાળકીના ટીચર ને ફોન કરી કહે છે કે, સુઈ ગયા હતા મેમ??, ત્યારે સામેથી ટીચર જવાબ આપે છે કે, નાના બોલો બોલો ભાભી.., બાળકીની માતા કહે છે કે, હેઝુ ને વાત કરવી છે અને માતા ફોન બાળકી ને આપે છે, ત્યારે હેઝુ કહે છે કે, ઓલું પેપર ક્યા છે.???, તમે ક્યાં પેપર નાખ્યું હતું, મને મળતું નથી. ત્યારે સામેથી ટીચર કહે છે કે કયું પેપર બેટા??, તને કયુ પેપર નથી મળતું બેટા??, બાળકી કહે છે ઓલું તમે લખ્યું તું ક્યાં??, ત્યારે બાળકી કહેતી જોવા મળે છે કે ચાલુ રાખજો, અને બાળકી થોડી વખત નોટની અંદર જુએ છે. ત્યારબાદ બોલે છે કે આટલા જ પેપર હતા વિડીયોકોલ કરો વિડીયોકોલ.તેની મમ્મી ટીચરને વિડીયો કોલ કરે છે, બાળકી ટીચરને નોટબુક ખોલીને વિડિયો કોલમાં દેખાડી ને કહે છે કે ક્યાં છે આમાં પેપર. આમાં કાંઈ પેપર મળતું નથી , ત્યારબાદ વિડિયો કોલમાં તેના ટીચરને નોટબુક દેખાડે છે અને કહે છે કે, મે આ લખી લીધું. ટિચર કહે છે કે વાહ વેરી ગુડ, ખુબ જ સરસ હેઝું . બાદમાં ટીચર કહે છે કે ફટાફટ એબીસીડી લખી નાખ ને તો બાળકી હસીને નટખટ અંદાજમાં કહેતી જોવા મળે છે કે તે હવે કાલે લખીશ, કાલે લખીશ હો ને… આ કાલીઘેલી ભાષામાં મીઠા અવાજમાં હસીને બોલતી નાનકડી હેઝુને જોતાં જ તમે આ વિડિયોને જરૂર થી લાઈક કરશો.
View this post on Instagram