કોળી સમાજના યુવાને ટ્યુશન વગર PIની સીધી ભરતીમાં સમગ્ર રાજ્યમાં આઠમાં નંબર મેળવ્યો
આપણે સૌ જાણીએ છીએ કે હાલનો યુવા સરકારી નોકરી માટે ખુબજ પરિશ્રમ અને મહેનત કરી રહ્યો છે, કારણ કે આ યુગમાં હાલ પ્રાઇવેટ નોકરી નો કોઈ ભવિષ્યમાં સ્કોપ છે નહિ, તેથી હાલના તમામ યુવાન યુવતી સરકારી નોકરી મેળવવા માટે ખુબજ મહેનત કરતા હોઈ છે, અને તેમાં હાલ ખુબજ હરીફાઈ જોવા મળે છે. તેવી જ એક વાત કરીએ તો એક સામાન્ય પરિવાર માંથી આવતો યુવાન કે જેણે PI ની સીધી ભરતીમાં સમગ્ર રાજ્યમાં આઠમાં નંબરે ઉતીર્ણ થયો હતો.
આ યુવાન ની વાત કરીએ તો ગુજરાતના ભાવનગરમાં અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતો અને ખુબજ નાની વયે તેની ઉંમર ૨૭ વર્ષીય યુવક નામે સતીશ કિશોરભાઈ કાંબડે બે દિવસ પૂર્વે જાહેર થયેલ બિન હથિયાર પોલીસ ઇન્સ્પેકટર ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ૮ માં ક્રમાંકે પાસ કરેલ છે. અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરેલ છે.
આ યુવાન સતીશ કે જે એક સાવ સામાન્ય પરિવાર માંથી આવે છે, કે જે ભાવનગર ની જી.ઈ.સી કોલેજમાંથી મિકેનિકલ ઇન્જિનીયર નો અભ્યાસ કરતા હતા, અને તે મિકેનિકલ ઇન્જિનીયર કમ્પ્લીટ પણ કર્યું હતું, તે સમયગાળા દરમિયાન તેની પાસે અભ્યાસ માટે પણ પૂરતા પૈસા ન હતા, પરંતુ તેના આવા સમયમાં તેના પિતાના મિત્ર અને જાણીતા સેવાભાવી કાળુભાઈ જાંબુચા એ આ યુવાન સતીશ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી આર્થિક મદદ કરી હતી. અને તેને સહકાર આપ્યો હતો. હાલ સતીષ આ પરીક્ષા માં પાસ થયા બાદ તેના જીવનમાં કાળુભાઈ જાંબુચા ને ખુબજ મહત્વ વ્યક્તિ નું સ્થાન આપે છે, કારણકે તેનું કહેવું છે કે તેમના સહકાર થી આજે હું આ લેવલ પર છુ, હું તેનો જિંદગી ભર ઋણી રહીશ..
સતીષ ની મહત્વની વાત કરીએ તો આજના યુવા પેઢી કે જેણે મોબાઈલ ફોન વગર પાંચ મિનીટ પણ નથી ચાલતું, તેવામાં આ યુવાન સતીષ કે તેની પાસે મોબાઈલ ફોન જ ન હતો. અને તે બીજા સાથે વાત કરવા માટે સિમ્પલ ફોન નો ઉપયોગ કરતો હતો. અને આ પરીક્ષા કે જે સતીષ પોતાની મહેનત અને પરિશ્રમ થી પાસ કરી હતી, તેને આ પરીક્ષા માં પાસ થવા માટે કોઈપણ પ્રકારના ટ્યુશન કલાસીસ માં કોચિંગ લીધેલી ન હતી.
સતીષ નો હાલના નવયુવાન માટે એક જ સંદેશ છે કે, ઘણા બધા યુવાનો નોકરીના એક-બે પ્રયત્નો પછી નાસીપાસ થઇ જાય છે, તેનાથી નાસીપાસ થવાનું નહિ, મહેનત કરતી રહેવાની તમારી મહેનત નું ફળ તમને મળશે જ. આ તેમનો સંદેશ છે.