ધોરણ 11 મા ભણતો વિદ્યાર્થી ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થયો ! ઘરમાંથી મળેલી સ્યુસાઇડ નોટ વાંચી માતા પિતાની આંખો ફાટી ગઈ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં આત્મ હત્યા ના બનાવો વધી ગયા છે જ્યાં એક તરફ લોકોમાં સમજ શક્તિ અને સહન શક્તિ નો અભાવ થઈ રહ્યો છે તો બીજી બાજુ અનેક કારણોસર વ્યક્તિ ને જીવન કરતા મોત વહાલું લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો અનેક કારણો ને આત્મ હત્યા જેવા ગંભીર પગલા તરફ વધે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ને પોતાનું જીવન ઘણું જ વહાલું હોઈ છે તેવામાં જાતે જ પોતાના જીવનને ટૂંકાવવું એ ઘણી અઘરી બાબત છે આ સમયે વ્યક્તિના મનમાં શું ચાલતું હશે તેનો તો આપણે વિચાર પણ કરી શકતા નથી કારણ કે આત્મ હત્યા નું પગલું ભરતો વ્યક્તિ કેટલો માયુશ કે જીવનમાં કેટલો નિરાશ થઇ ગયો હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
જોકે હાલમાં આત્મ હત્યા ની ઘટનાઓ યુવાનો અને બાળકોમાં વધુ જોવા મળે છે તેવામાં ફરી એક વખત આત્મ હત્યા અંગે એક એવી ચિઠ્ઠી મળી છે કે જેને વાંચી હોશ ઉડી જશે કે જ્યાં એક સ્કુલમાં ભણતા વિધાર્થી પોતાના જીવન માં એટલી હદે નિરાશ થઇ ગયો કે તેને આત્મ હત્યા કરવાનો વિચાર આવ્યો. જો વાત આ ઘટના અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આ ઘટના પાલીની ગરીબ નવાઝ કોલોની ની છે.
અહી એક શિક્ષક રહે છે કે જેનું નામ રમેશ કુમાર મેઘવાલ છે જણાવી દઈએ કે રમેશ કુમાર મેઘવાલ ને બે બાળકો છે જેમના નામ અક્ષય અને અંજલી છે જે પૈકી અક્ષય મોટો છે. જણાવી દઈએ કે હાલમાં અક્ષય ૧૬ વર્ષનો છે અને ૧૧ માં ધોરણ માં અભ્યાસ કરે છે કે જેણે આ સુસાઇડ નોટ લખી છે. અક્ષય ના પિતા રમેશ કુમાર ના જણાવ્યા અનુસાર અક્ષય ને બાળપણ થી જ શરીરના દુખાવા અને શરદી, કે કોઈ ને કોઈ રોગથી પીડાતો હતો.
જો કે એક દિવસ અક્ષય પોતાના મિત્ર ના જન્મ દિવસ માં જાય છે તેમ કહી ઘરેથી સાઇકલ લઈને નીકળ્યો જોકે ઘણો સમય થતા જયારે અક્ષય પરત ના આવ્યો ત્યારે પરિવારે મિત્રને ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેનો જન્મ દિવસ નથી અને કોઈ પાર્ટી પણ નથી કે અક્ષય પણ આવ્યો નથી જે બાદ પરિવાર ડરી ગયો અને તપાસ કરતા તેની સાયકલ બાંગર હોસ્પિટલ પાસેના સ્ટેન્ડ પરથી મળી આવી હતી.
જયારે પરિવાર ના લોકો અક્ષય ના રૂમમાં ગયા ત્યારે અક્ષય ના રૂમમાંથી તેમને એક ચિઠ્ઠી મળી જેમાં તેણે જણાવ્યું હતું કે તે પરેશાન થઈ ગયો છું. અને જીવન ટુકાવવાની વાત કહતા લખ્યું કે પોતે જોધપુરના ગુલાબ સાગરમાં આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. જે બાદ પરિવાર ના લોકો હેરાન થઇ ગયા અને તેમણે પોલીસને અક્ષય ના ગુમ થયાની ફરિયાદ નોંધાવી જે બાદ જોધપુર ગુલાબ સાગરે પોલીસ દ્વારા તપાસ કરતા અક્ષય અંગે કોઈ માહિતી મળી નહિ હાલમાં પણ પોલીસ દ્વારા અક્ષય ની શોધ શરુ છે.
જો વાત અક્ષય ના આત્મ હત્યા કરવાના વિચાર અંગે કરીએ તો તેણે આત્મ હત્યા કરવા માટે એક ચિઠ્ઠી લખી હતી જેમાં અક્ષય દ્વારા માતા પિતાને સંબોધી ને પોતાના કૃત્ય અંગે લખ્યું કે તેને આવું ન કરવું જોઈએ. પરંતુ તે આવું કરવા માટે મજબૂર છે. પોતાની આત્મ હત્યા બાદ માતા પિતાને હિંમત રાખવા અને દુખી ના થવા કહે છે. આત્મ હત્યા નું કારણ જણાવતા અક્ષય કહે છે કે તે રોજ બીમાર થઈ જાય છે જેને લઈને તે હેરાન થઈ ચુક્યો છે.
પોતાની હાલત અંગે જણાવતા અક્ષયે કહ્યું કે તેને રોજ કોઈને કોઈ બીમારી થઇ જાય છે જેના કારણે પોતે હેરાન છે. ઉપરાંત પોતાના ભવિષ્ય અંગે વિચારતા અક્ષયે કહ્યું કે તેને ઘણા મોટા સપના હતા. પરંતુ તે પોતાની બીમારી ના કારણે કંઈ કરી શકતો નથી. મેં સહન કરેલા તમામ રોગો વાસ્તવિક હતા, પરંતુ મેં તમારો વિશ્વાસ ગુમાવ્યો છે
