માણાવદરની ધોરણ 13 સાયન્સ ની વિદ્યાર્થીનીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો કારણ જાણશો તો આચકો લાગશે…
દર વર્ષે જ્યારે બોર્ડની પરીક્ષા આવે છે, ત્યારે પરીક્ષા પહેલા કે પછી અનેક વિધાર્થીઓ પેપરના લીધે પોતાનો જીવ ત્યજી દે છે. ખરેખર આ ખરી વાસ્તવિક છે કે, બોર્ડની પરીક્ષા ને લીધે અનેક યુવાનો અને યુવતીઓ આત્મહત્યા કરે છે. ત્યારે માતા પિતાઓ એ પણ પોતાના સંતાનોને સમાજવવા જોઇએ કે આ જીવનની છેલ્લી પરીક્ષા નથી અને ક્યારેય પણ માતા પિતા એ પણ પરીક્ષા આવતા બાળકો પર પ્રેશરના આપવું જોઈએ કે, સારા માર્ક આવવા જોઈએ.
યુવાનો અને યુવયીઓ નપાસ થવાના ડરના લીધે જ આત્મહત્યા કરતા હોય છે, ત્યારે હાલમાં જ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામમાં એક તરુણીએ પોતાનો જીવ ગુમાવી દિધોમ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધો.12ની પરીક્ષાના પેપર નબળા જતા ઓછા માર્ક્સ આવવા કે નાપાસ થવાના ડરે માસુમ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટુંકાવી દેતા પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયુ છે. આ ઘટના સામે આવતા જ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે જાણવા મળ્યું છે કે, માણાવદરના મીતડી રોડ ઉપર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતી પ્રિયા રાજેશભાઇ ઉમડીયાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવારજનો પણ શોકમગ્ન બની ગયા જતા.. આ ઘટના સામે આવતા પરિવાર પર આભ ફાટયા સમાન પરિસ્થિતિ સર્જાયેલ તો શહેરભરમાં ગમગીની પ્રસરી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રિયાબેન ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને હાલમાં જ ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા આપેલ જે ગઇકાલે પૂર્ણ થઈ હતી. મનમાં સતત એક જ વાત નો હતો કે તેનાં પેપર નબળા ગયા છે અને આ જ કારણે પોતે નાપાસ થશે કે ઓછા ગુણ આવશે તેવી ચિંતાના કારણે આ પગલું ભરેલ. હવે તો જ્યારે પરિક્ષાનું પરીણામ આવશે ત્યારે ખબર પડશે કે, તેને જે કર્યું છે, ખોટુ કર્યું છે. જો તે નપાસ થઈ હોત કે માર્ક ઓછા આવ્યા હોત તો જીવન થોડી અટકી જાત. દરેક તરુણવયના લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ કે, પરીક્ષાનાં ડરના લીધે જીવન ન ટૂંકાવું જોઈએ.