સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવારની એકની એક દીકરીએ ઘરમાં જ ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કર્યું ! ફક્ત 7 માં ધોરણમાં અભ્યાસ કરતી…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાનો સામે આવી રહી છે જેના વિશે જાણીને ઘડીક સમય માટે તો આપણને પણ વિશ્વાસ થતો હોતો નથી, અમુક વખત આત્મહત્યા તો અમુક વખત હત્યાની ઘટનાઓ આપણી સામે આવતી જ રહે છે. એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ કહી શકાય તેમ જ ચોંકાવી દે તેવી ઘટના હાલ સામે આવી છે.
ડાયમંડ સીટી સુરતમાં એક 7 માં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીએ ઘરના રૂમમાં જ ગળાફાંસો ખાયને પોતાના મૌતને વ્હાલું કરી લીધું હતું, પરિવારની એકની એક દીકરીએ આવું આત્મઘાતી પગલું લઇ લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને હાલ તો કોઈ પ્રકારનું કારણ સામે આવ્યું નથી,તમને જણાવી દઈએ કે આ દુઃખદ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે જ્યા આ કરુણમય ઘટના બની હતી.
એહવાલ મુજબ જાણવા મળ્યું છે કે પાંડેસરા વિસ્તારની અંદર આવેલ કર્મયોગી સોસાયટીની અંદર અનિલ સીંગ પોતાના પરિવાર સાથે રહેતા હતા, તેમના પરિવારની અંદર તેમની સાથે તેમની પત્ની તથા 12 વર્ષીય દીકરી અને 7 વર્ષનો દીકરો પણ હતો જેમાં દીકરી વંદના ધોરણ 7 માં અભ્યાસ કરતી જયારે પતિ-પત્ની પોતપોતાના કામ પર જતા હતા. જાણવા મળ્યું છે કે અનિલ સીંગ રત્નકલાકાર તરીકેનું કામ કરીને પરિવારનું પેટ પાળતા જયારે ઘર ચલાવામાં તેમની પત્ની પણ સહયોગી થવા તે શૂટ કટિંગનું કામ કરતી.
એવામાં અનિલ અને તેની પત્ની કામ પર ગયેલ હોય અને ઘરે દીકરી વંદના તથા પુત્ર એકલા હતા, એવામાં નેનો ભાઈ બાથરૂમમાં જતા વંદનાએ રૂમ બંધ કરીને પંખા સાથે દુપ્પટો બાંધી ગળાફાંસો ખાય લીધો હતો જે બાદ નાનો ભાઈ બાથરૂમની બહાર આવતા તેને રમ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરવાજો ન ખુલતા તેણે મકાન માલિકને આ બાબતે જાણ કરી હતી જે બાદ મકાન માલિકે 108 માં કોલ કર્યો હતો જે બાદ 108 ની ટીમે ઘટના સ્થળે દોડી આવીને તપાસ કરતા જાણ થઇ હતી કે દીકરીનું મૃત્યુ થઇ ચૂક્યું છે.
આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી,એવામાં માતા-પિતાને આ અંગેની ખબર મળતા તેઓ તરત ઘરે દોડી આવ્યા હતા જ્યા તેઓ દીકરીને મૃત હાલતમાં જોતા તેઓ પુરી રીતે ભાંગી જ પડ્યા હતા.