સાલાર કે ડંકી નહીં “12th ફેલે” વગાડ્યો થિયેટરમાં ડંકો ! ફક્ત 20 કરોડમાં બનેલી આ ફિલ્મ કમાણી અધધ…જાણો કેટલું કલેક્શન કર્યું
વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો એનિમલ, ડંકી જેવી ફિલ્મોએ ફરી એક વખત બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને ઉચ્ચું લાવી દીધું છે, કેમ કે એક સમય હતો જયારે બૉલીવુડની ફિલ્મોની સાવ પડતી જ આવી ગઈ હતી,એવામાં આ ફિલ્મો સુપરહિટ જતા ફરી વખત લોકો બોલીવુડની ફિલ્મો જોતા થઇ ગયા છે. આમ તો લોકો સાલાર, ડંકી તથા એનિમલની વાત કરે છે પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવાના છીએ જેને દરેક લોકોએ ખાસ જોવી જોઈએ.
આ ફિલ્મ બીજી કોઈ ફિલ્મ નહિ પરંતુ 12th ફેલ છે, વિક્રાંત મેસ્સીની આ ફિલ્મે હાલ થિયેટરોમાં ગદ્દર મચાવી દીધું છે પરંતુ મિત્રો આ ફિલ્મ પણ એટલી જબરદસ્ત છે, આ ફિલ્મને સાવ ઓછા ખર્ચની અંદર તૈયાર કરવામાં આવે છે અને ટાયગર 3 જેવી ફિલ્મો સાથે રિલીઝ કરી હોવા છતાં આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે હજી ફિલ્મી કમાણી પાટા પરથી નીચે ઉતરી નથી, સાવ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
આ ફિલ્મના 28 દિવસોના કમાણીના આંકડા જાણવા મલ્યા છે કે આ ફિલ્મે પેહલા અઠવાડિયાની અંદર 13 કરોડ રૂપિયા,બીજા અઠવાડિયામાં 14.11 કરોડ,ત્રીજા અઠવાડિયામાં 8.54 કરોડ, ચોથા અઠવાડિયાની અંદર 9.48 કરોડ રૂપિયાની કમાણી કરીને કુલ 45.13 કરોડની કમાણી કરી ચુકી છે, હાલ ભારતમાં આ ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે.
ફક્ત 20 કરોડ રૂપિયામાં બનેલ આ ફિલ્મને હાલ સફળતાનો ડંકો વગાડ્યો છે કારણ કે આ ફિલ્મી વર્લ્ડવાઇડ કમાણીનો આંકડો 52 કરોડ રૂપિયાને વટી ગયો છે, ખરેખર મિત્રો તમે ફિલ્મ લવર હોય તો આ ફિલ્મને તો એક વખત જરૂરને જરૂરથી જોવી જ જોઈએ કારણ કે આ ફિલ્મ દ્વારા આપણા જીવનને પણ અનેક સારા સંદેશ મળી રહયા છે.