એક ભુલ ને કારણે ધો. 12ના પરીક્ષાર્થીનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું ! અક્સમાત એવી રીતે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ની સંખ્યમાં ધરખમ વધારો થઇ રહ્યો છે કાળ જાણે રસ્તા પર વ્યક્તિની રાહ જોઇને બેઠો હોઈ તેમ એક પછી એક અનેક લોકો અકસ્માત ના કારણે પોતાના જીવ ગુમાવે છે આવા અકસ્માત એક વાહન ચાલકો ની ભૂલ અને ગેર સમાજના કારણે સર્જાતા હોઈ છે કે જ્યાં ટ્રાફિક નિયમ ના માનતા અથવા તો ખોટી ઉતાવળ કે ગફલત ભરેલી ડ્રાઈવિંગ ના કારણે અનેક અકસ્માત સર્જાતા હોઈ છે.
તેવામાં ફરી એક વખત આવોજ કમકમાટી ભર્યો અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં સ્કુટર અને મોટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે આ દુખદ ઘટના અંગેની વિગતો આ મુજબ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મહુધા રેસ્ટ હાઉસ પાસે આવેલી ચોકડી ની છે કે જ્યાં બાઈક સવાર ની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હતો.
અહી બાઈક સવાર ખોટી દિશામાં અને ફૂલ સ્પીડમાં નડિયાદ થી મહુધા જઈ રહ્યો હતો તે સમયે સામે તરફથી એક ગાડી કે જે નડિયાદ તરફ જતી હતી તે આવી રહી હતી. આ સમયે સ્કુટર સવાર નું નિયંત્રણ જતા સ્કુટર ગાડી સાથે ટક્કરાઈ ગયું અને વિકરાળ અકસ્માત સર્જાયો જેના કારણે સ્કુટર માં સવાર એક યુવાનું ઘટના સાથળે મોત થયું જયારે બીજા યુવકને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
જો વાત મૃતક યુવક અંગે કરીએ તો આ યુવક નું નામ નીલમ કુમાર પટેલ છે કે જે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો અને પરિક્ષા આપવા માટે મહુધા આવી રહ્યો હતો. ઘટના અગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સાથળે પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી યુવાન પુત્રના મૃત્યુ થી હાલમાં મૃતક ના પરિવારમાં શોક નો માહોલ છે.