કોટડીયા પરીવાર એ ભર્યુ 16 કરોડ રુપીઆ નું મામેરુ ??? જુઓ વિડીઓ શું શું આપ્યુ મામૈરા મા
મામેરા તો તમે ઘણા જોયા હશે પરંતુ હાલમાં એક મામેરાએકોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. કોટડીયા પરિવારે એવું મામેરું ભર્યું છે કે આંકડા સાંભળીને તમારા હોશ ઉડી જશે! આ મામેરાની કિંમત કોઈ નાની-સૂની નથી, પૂરા 16 કરોડ રૂપિયા જેટલી છે! ખરેખર આવું મામેરૂ જોઈને કોઈપણ આશ્ચર્ય પામી જાય કારણ કે 16 કરોડ નાની રકમ ન કહેવાય!
હાલમાં આ ભવ્ય મામેરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોટડીયા પરિવારે દીકરીને જે ભેટો આપી છે તે જોઈને લોકો દંગ રહી ગયા છે. સામાન્ય રીતે મામેરામાં સોના-ચાંદીના દાગીના, કપડાં કે ઘરવપરાશની વસ્તુઓ આપવામાં આવતી હોય છે, પરંતુ કોટડીયા પરિવારે તો જાણે ભેટોનો વરસાદ વરસાવી દીધો છે!
મામેરામાં પરિવારે પોતાની દીકરીને એક પેટ્રોલ પંપ, 210 વીઘા જમીન, એક પ્લોટ અને 1 કરોડ 51 લાખ રૂપિયા રોકડા ભેટ તરીકે આપ્યા છે. આ તમામ ભેટોની કુલ કિંમત આશરે 15 કરોડ 65 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. જો કે આ વિડીયો કયા શહેરનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ ઇન્ટરનેટ પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે .
કોટડીયા પરિવાર દ્વારા આટલું મોટું મામેરું ભરવું એ ખરેખર આશ્ચર્ય જનક વાત છે, મામેરૂ એક પરંપરા છે, જયારે દીકરીના ઘરે દીકરા તથા દીકરીના લગ્ન થાય છે ત્યારે મોસાળપક્ષ દ્વારા ભાણેજ તથા ભાણી અને દીકરી માટે મામેરૂ લઇ આવે છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે મામેરૂ ભરે છે.