આ જગ્યાએ મળ્યું હજારો વર્ષો જુનુ શિવલીંગ ! તસવીરો જોઈ તમે પણ વિચારતા થય જશો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ ભુમીની અંદર અનેક અમૂલ્ય વસ્તુઓ સમાયેલી છે. પહેલા યુગોમાં એ અમૂલ્ય વસ્તુઓ આ ધરામાં સમાય જતા આજના સમયમાં એ વસ્તુઓ અને ક્યારેક તો શહેરો કે નગર કે પછી ઐતિહાસિક ઇમારતો પણ ખોદકામ દરમિયાન મળી આવે છે.હાલમાં જહજારો વર્ષો જુનુ શિવલીંગ ! તસવીરો જોઈ તમે પણ વિચારતા થય જશો.

આ સ્થાન એટલે ઉજૈનન જ્યાં પવિત્ર કુંભ રચાય છે અને અહીંયા જ્યોતીલિંગ પણ આવેલ છે. હાલમાં જ મહાકાલેશ્વર મંદિર બાદ હવે ઉજ્જૈન-બડનગર રોડ પર આવેલા ગામ કલમોડામાં1000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. મંદિરના અવશેષોની પણ દરકાર રાખવામાં આવી છે. જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિરનાં વિસ્તૃતીકરણ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ અને શિવલિંગની સાથોસાથ મંદિર પણ મળ્યા છે.

શિવ મંદિર એકદમ વિશાળ છે.અહીં દરરોજ 20 મજૂરો દ્વારા ખોદકામ ચાલે છે.હજુ પણ ખોદકામમાં સમય લાગી શકે છે.અગાઉ પણ આશંકા દર્શાવવામાં આવી હતી કે અહીં શિવ મંદિર અને ગર્ભ નીકળી શકે છે. શિવલિંગ,ભગવાન વિષ્ણુની પ્રતિમા,જળકુંભ, સહીત ભગવાનના મંદિરના અવશેષ મળ્યા છે.પુરાતત્વ વિભાગનાં અધિકારીઓનાં માનવા પ્રમાણે આ મંદિર ઓછામાં ઓછું 1000 વર્ષ જૂનું. દક્ષિણમુખી જયોતિર્લિંગ છે.જો કે ઉત્તરની દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે.

ખરેખર આ ઘટના ખૂબ જ ચમત્કારી છે. હજુ તો ખોદકામ થઈ શકે છે અને આ સિવાય અન્ય કિંમતી વસ્તુઓ મળી શકે છે. હાલમાં તો આ મંદિર મળી આવતા અનેક શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આ પહેલા અનેક વખત એવા સ્થાનો ભારતમાં આવેલા છે જ્યાં આવી રીતે મંદિરો કે ખજાનો કે અમૂલ્ય વસ્તુઓ મળી આવી હોય. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે પરતું સત્ય છે.

