Gujarat

21 કરોડની ભેંસની કિંમત 2 વર્ષમાં આટલી બધી વધી જાણીને ચોંકી જશો.

હાલમાં જ એક પાડો ચર્ચામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત ભેંસ ચર્ચાનો વિષય બની છે. ખરેખર કોઈ સામાન્ય વાત નથી. આ ભેંસ કરોડો રૂપિયાની છે. આ ભેંસ વર્ષ 2019 ના પુષ્કર મેળામાં ભેંસનું વજન 1,300 કિલોગ્રામનું હતું અને  હવે મહત્વની વાત એ છે કે, આભેંસનું વજન 1,500 કિલોગ્રામ છે. વિચાર કરો કે આ ભેંસની કિંમત ખૂબ જ અમૂલ્ય છે.

બે વર્ષમાં આ ભેંસની કિંમતમાં રૂ. 3 કરોડનો વધારો થયો છે. પહેલા આ ભેંસની કિંમત રૂ. 21 કરોડ હતી, આ વર્ષે ભેંસની કિંમત રૂ. 24 કરોડ થઈ ગઈ.જોધપુરના હજારો લોકો આ મેળામાં ભાગ લે છે. આ મેળામાં ભીમ નામની 1,500 કિલો વજન ધરાવતી ભેંસની કિંમત રૂ. 24 કરોડ છે.ભીમ નામની ભેંસના માલિકનું નામ અરવિંદ જાંગીડ છે. તેમણે જણાવ્યું કે, એક અફઘાન શેખે આ ભેંસ માટે રૂ. 24 કરોડની ઓફર આપી હતી.

ત્યારબાદ ભેંસના માલિક અરવિંદ જાંગીડે તેમને જણાવ્યું કે, તેઓ આ મેળામાં ભેંસની હરાજી કરવા માટે નથી લાવ્યા.ભેંસની નસલનાં સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે તેઓ ભેંસને મેળામાં લાવ્યા છે.ભીમ ભેંસ 14 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી છે. આ ભેંસની જાળવણી માટે માસિક રૂ. 2 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ ભેંસ દરરોજ એક કિલો ઘી અને 25 લિટર દૂધનો વપરાશ કરે છે. ભેંસને દરરોજ એક કિલોગ્રામ કાજૂ-બદામ પણ આપવામાં આવે છે.

  માલિક ભેસને વર્ષ 2018 અને 2019માં પુષ્કર મેળામાં લઈ ગયા હતા અને ત્યાં આ ભેંસે અનેક પુરસ્કાર જીત્યા છે. ભીમ ભેંસના માલિક ભેંસને બાલોતરા, નાગોર, દહેરાદૂન જેવા અનેક મેળામાં લઈ ગયા હતા, ત્યાં પણ આ ભેંસે અનેક પુરસ્કાર જીત્યા છે. ખરેખર આ આવી ભેંસ જો વ્યક્તિ પાસે હોય  તો માલા માલ થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!