2 વર્ષ નો માસુમ બાળકી નુ ટ્રક અડફેટે મોત થયુ અને લોકો વિડીઓ ઉતારતા રહ્યા….
ખરેખર રોજિંદા એવી રોડ અકસ્તમાતની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની છે. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,2 વર્ષ નો માસુમ બાળકીનું ટ્રક અડફેટે મોત થયુ અને લોકો વિડીઓ ઉતારતા રહ્યા. ખરેખર આ વાત સાંભળીને જો તમારું હૈયું દ્રવી ઉઠતું હોય તો વિચાર કરો કે, એ હકીકતમાં કેવું હશે? ચાલો અમે આપને આ ઘટના થી વધુ માહિતગાર કરીએ. એ વાત તો સત્ય છે કે આજના સમય માનવતા મરી પડવાઈ છે, જ્યારે આવી વાતો સાંભળવા મળે.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા પરિવારના દંપત્તી પોતાની ત્રણ દિકરીઓ સાથે બાઈક પર ભાલ પંથકના ગામડામાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી ભાવનગર પરત ફરી રહ્યાં હતા ત્યારે માઢીયા ગામ પાસે બાઈક સાઈડમાં રાખીને બાળકીઓને તરસ લાગી હોવાથી પાણી પિવડાવી રહ્યાં હતા ત્યારે રોડ પર ધસમસતી ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા ટ્રક ચાલકે બાળકીઓને અડફેટે લેતા એક માસુમ બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ.
ખરેખર આ ઘટના દ્વારા માતા પિતામાં શોકની લાગણી છવાઈ ગયેલ. ટ્રકે તેમની બે માસુમ દિકરીઓ જાન્હવી (ઉ.વ.2) અને હીના (ઉ.વ.4)ને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં જાન્હવી (ઉ.વ.2)નું મોત નિપજ્યું હતું જ્યારે મોટી દિકરી હીના(ઉ.વ.4) ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના દરમિયાન ટ્રકે હડફેટે લઈ નાસી છુટ્યો હતો.
આ ઘટના પછી જ્યારે ઇજાગ્રસ્ત લોકો તડપી રહ્યા હતા એ દરમિયાન લોકો એમને હોસ્પિટલમાં લઈ જવા જોઈએ પરતું લોકો વિડિયો ઉતારવામાં વ્યસ્ત થઈ ગય. ખરા સમયે રોસ પરથી પસાર થતાં તલાટી મંત્રીએ પોતાના વાહનમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં મદદરૂપ થઇ માનવતાને મરતા બચાવી હતી. જો વિડિયો વાયરલ કરવાને બદલે તાત્કાલિક પોતાના વાહનમાં હોસ્પિટલ સમયસર ખસેડવામાં આવ્યા હોત તો કદાચિત બાળકી બચી ગઇ હોત પણ લોકોએ સમયસર સારવાર ને બદલે વીડિયો ઉતારવામાં જ વ્યસ્ત હતાં.ખરેખર માણસો કયા હદે પોહચ્યાં છે કે પોતાની માનવતા જ ભૂલી બેઠા છે. મૃતકો ની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.